શોધખોળ કરો
Advertisement
ન દીપિકા ન અનુષ્કા, જસપ્રીત બુમરાહને ગમે છે 26 વર્ષની આ એક્ટ્રેસ
બુમરાહે હાલમાં જ એક યૂટ્યૂબ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો, જેમાં તેને પૂછવામાં આવ્યું કે, બોલિવૂડમાં અનુષ્કા શર્મા કે દીપિકા પાદુકોણમાંથી કઈ એક્ટ્રેસ સૌથી વધારે હોટ છે.
નવી દિલ્હીઃ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યૂને કારણે ધર્મસંકટમાં ફસાઈ ગયો છે. ઇન્ટરવ્યૂ દરમિયાન જસપ્રીત બુમરાહને એક સવાલ પૂછવામાં આવ્યો, જેનો જવાબ તે આપી ન શક્યો અને તે ધર્મસંકટમાં ફસાઈ ગયો. બુમરાહે બાદમાં આ સવાલનો ગોળગોળ જવાબ આપ્યો.
બુમરાહે હાલમાં જ એક યૂટ્યૂબ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો, જેમાં તેને પૂછવામાં આવ્યું કે, બોલિવૂડમાં અનુષ્કા શર્મા કે દીપિકા પાદુકોણમાંથી કઈ એક્ટ્રેસ સૌથી વધારે હોટ છે. આ સવાલે બુમરાહ માટે મુશ્કેલી ઉભી કરી દીધી. બુમરાહ માટે આ સવાલ એટલા માટે મુશ્કેલ હતો કારણ કે અનુષ્કા શર્મા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે.
જોકે બુમરાહે સુરક્ષિત રમત રમતા તેણે દીપિકાનું નામ લીધું અને સાથે જ એન્કરને સામો સવાલ કર્યો કે, ‘આ એક સુરક્ષિત વિકલ્પ નથી.’ બુમરાહને જોઈને સ્પષ્ટ જોવા મળતું હતું કે તે અનુષ્કા શર્માને નજર અંદાજ કરી શકે એમ ન હતો અને દીપિકા પાદુકોણ માટે ના પણ કહી શકે એમ ન હતો.
આ દરમિયાન બુમરાહે આલિયા ભટ્ટ અને પરિણીતિ ચોપરામાંથી તેની ફેવરેટ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, મેં આલિયાની કેટલીક તસવીર જોઈ છે. તો આલિયા, ત્યારે જ એન્કરે પૂછ્યું કે તને આલિયા પસંદ છે? બુમરાહે કહ્યું, ‘મેં તેમની ફિલ્મ જોઈ છે. માટે હું તેને અનુકૂળ હોઈ શકું છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion