શોધખોળ કરો
Advertisement
હોટ એક્ટ્રેસ શ્રૃતિ હસનનું આ આર્ટિસ્ટ સાથે ચાલી રહ્યું છે અફેર ? કોણ છે આર્ટિસ્ટ અને ક્યા કારણે છે જાણીતો ?
બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હસન જાણીતા આર્ટિસ્ટને ડેટ કરી રહી છે. તેઓ બંને તાજેતરમાં જ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. શ્રૃતિ હસન કોને ડેટ કરી રહી છે અને કોણ છે આ આર્ટિસ્ટ જાણીએ...
બોલિવૂડ: એક્ટ્રેસ શ્રૃતિ હસન શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. શાંતનુ મૂળ આસામ ગૌહાટીનો છે. જો કે હાલ તે મુંબઇમાં સ્થાયી થયો છે. શાંતનું એક ડૂડલ આર્ટિસ્ટ છે. જેમને 2014માં રેડ બુલ ડૂડલ આર્ટ કોમ્પિટિશનમાં બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ જીત્યો હતો.
શ્રૃતિ હસનના જન્મદિવસે તેમના બોયફ્રેન્ડ શાંતનુએ ટવિટર પર શ્રૃતિનો બ્યુટીફુલ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું. “હેપી બર્થ ડે પ્રિન્સેશ”
શ્રૃતિ હસને શાંતનું હજારિકા માટે ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે શાંતનુનો આભાર વ્યક્ત કરતા લખ્યું હતું કે, “મારા બર્થ ડેને સ્પેશિયલ બનાવવા માટે આભાર”
કોણ છે શાંતનુ હજારિકા?
શાંતનુ હજારિકા એક ડૂડલ આર્ટિસ્ટ હોવાની સાથે ચિત્રકાર છે. તેઓ ગૌહાટીના એક આર્ટ પ્રોજેક્ટના ફાઉન્ડર પણ છે. શાંતનુએ એક ઇલેસ્ટ્રેટર તરીકે કરિયર બનાવવા માટે એન્જિયનિરિંગ છોડી દીધું હતુ. તેમણે 2014માં ડૂડલ આર્ટ સ્પર્ધામાં બેસ્ટ ડૂડલ આર્ટિસ્ટનો એવોર્ડ જિત્યો હતો. તેમણે સ્વતંત્ર રેપર્સ અને હિપ હોપ કલાકાર સાથે પણ કામ કર્યું છે. હાલ શ્રતુ હસન અને શાંતનુ અનેક જગ્યાએ સાથે જોવા મળે છે. બંનેની અનેક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઇને પણ અનેક પ્રકારની ચર્ચા થતી રહે છે. અભિનેત્રી શ્રુતિ હસન સાથેના તેમના સંબંધો વિશે મીડિયા સમક્ષ વાત કરતા હઝારિકાએ કહ્યું કે, “હું આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળુ છું કારણ કે મારી આ પર્સનલ મેટર છે, જેને હું અંગત રાખવાનું વધુ પસંદ કરું છું”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement