શોધખોળ કરો
Advertisement
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર કેમ નથી કરી રહ્યાં લગ્ન? જાણો સામે આવ્યું મોટું કારણ
અર્જુન કપૂર હાલ લગ્ન કરવા માટે તૈયાર નથી. જોકે, તેનો પરિવાર તો ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરી લે. પરંતુ અર્જુન તૈયાર નથી.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને હોટ અભિનેત્રી મલાઈકા અરોરા ક્યારે લગ્ન કરશે તે અંગે છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આ વાત પર હજી પણ સસ્પેન્સ છે કે, આખરે આ બંને ક્યારે લગ્ન કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મલાઈકા અરોરા તો લગ્ન કરવા તૈયાર છે પણ અર્જુન કપૂરને કારણે મોડું થઈ રહ્યું છે.
અર્જુન કપૂર હાલ લગ્ન કરવા માટે તૈયાર નથી. જોકે, તેનો પરિવાર તો ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરી લે. પરંતુ અર્જુન તૈયાર નથી. અર્જુન મુજબ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન કરી લઈશું તેવું ખાનગી વેબસાઈટ દ્વારા જાણવા મળ્યું હતું.
એક ઈન્ટરવ્યૂમાં અર્જુને મલાઈકા સાથેના તેના રિલેશન અંગે વાત કરતાં કહ્યું હતું કે, હું જરૂર કરતાં વધારે મેચ્યોર છું, જેના કારણે ઘણી વખત મને પરેશાની પણ થાય છે. જેથી લગ્ન જેવો મોટો નિર્ણય લેતાં પહેલાં બધું સમજી વિચારી લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ નિર્ણય લેવામાં ઉતાવળ પણ નહીં થાય અને મોડું પણ નહીં થાય. યોગ્ય સમય આવતાં જ અમે લગ્ન કરી લઈશું.
અર્જુને તો એટલે સુધી કહી દીધું છે કે, તે આ સંબંધને કોઈનાથી છુપાવવા માંગતો નથી. તેને લાઈફમાં સેટલ થવું છે. તે લગ્ન કરવા માંગે છે. બસ લગ્ન ક્યારે અને ક્યાં થશે એની રાહ જોવાઈ રહી છે. જોકે, મલાઈકા અને અર્જુનના લગ્નમાં અર્જુના બિઝી શેડ્યૂલને કારણે પણ મોડું થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement