શોધખોળ કરો
Advertisement
કપિલ શર્માએ નોરા ફતેહીની કરી આ પ્રકારની મજાક તો એક્ટ્રેસે આપ્યો આવો જવાબ કહ્યું....
નોરા ફતેહીની કપિલ શર્માએ સેટ પર ખૂબ મજાક ઉડાવી હતી. તેમણે તેમની સ્કૂલના સમયની વાત યાદ કરીને એક સવાલ કર્યો હતો. જો કે નોરાએ આ મજાકના જવાબમાં કપિલને જડબાતોડ જવાબ આપ્યો હતો.
કપિલ શર્મા શોની બીજી સિઝન હવે ઓફ એર થવા જઇ રહી છે. આ સ્થિતિમાં હાલ કેટલાક રસપ્રદ શોના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. જેમાં શોમાં સ્ટ્રીટ ડાન્સર થ્રી ડીનું પ્રમોશન કરવા આવેલી નોરાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.
કપિલ શર્માના શોમાં આવેલી નોરાની સાથે કપિલ શર્માએ ખૂબ મસ્તી મજાક કરી હતી. કપિલ શર્માએ નોરાને પૂછ્યું હતું કે, જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેમણે એક છોકરાને મેથીપાક ચખાડ્યો હતો. શું આ વાત સાચી છે? નોરાએ આ સવાલનો જવાબ આક્રમક મૂડમાં આપ્યો હતો
નોરાએ આ વાતનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, “કોઇ પણ મારી સાથે ગેરવર્તણુંક કરશે, હું તેમની ધોલાઇ કરી દઉં છું”. આ સાંભળીને કપિલની સિટ્ટી-પિટ્ટી ગૂમ થઇ ગઇ. આ પહેલા તે નોરા સાથે જોરદાર ફલર્ટ કરતા જોવા મળ્યો હતો. નોરાની વાત સાંભળીને અર્ચના કપિલને સતર્ક રહેવાની સલાહ આપે છે. જો કે નોરાએ જણાવ્યું કે, “નહીં કપિલ આપ કો નહીં પીટુગીં” આ વાત સાંભળીને કપિલ હસી પડ્યાં હતા. સ્ટ્રીટ ડાન્સર થ્રીડીની વાત કરીએ તો આ ફિલ્મમાં નોરાએ ‘હાય ગર્મી’ સોન્ગ પર શાનદાર ડાન્સ કર્યો હતો. જે ખૂબ જ લોકપ્રિય રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement