શોધખોળ કરો

2018થી એક પણ ફિલ્મ ન કરવા છતાં આ બોલિવૂડ સ્ટારની કમાણી 122 ટકા વધીને 124 કરોડ થઈ

2018માં શાહરૂખનું રેન્કિંગ ઘટ્યું અને તે 60.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમા સ્થાને આવ્યો હતો. 2019માં શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂ 66.1 મિલિયન ડૉલરની થઇ અને રેન્કિંગમાં પાંચમા સ્થાને જ રહ્યો.

મુંબઈઃ ડિસેમ્બર 2018 બાદથી બોલિવૂડ સ્ટાર શાહરૂખની એક પણ ફિલ્મ નથી આવી. પરંતુ કમાણીના મામલે તેની આવક 122 ટકા વધી છે. ફોર્બ્સ અનુસાર 2018માં તેની કમાણી 56 કરોડ રૂપિયા હતી જે 2019માં વધીને 124 કરોડ રૂપિયા થઈ હતી. જોકે એક સમયે શાહરૂખ ખન જાહેરાતના કિંગ હતા પરંતુ હવે તેને ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા રણવીર સિંહ જેવા સ્ટાર તરફથી ટક્કર મળી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર શાહરૂક ખાને એક વર્ષમાં અંદાજે 20થી 25 સ્ક્રિપ્ટ્સ આવી છે. તેમાંથી પાંચ સ્ક્રિપ્ટ્સ માટે તેમણે મૌલિક સહમતી આપી છે. રાજકુમાર હિરાની, રાજ-ડીકે, અલી અબ્બાસ જફર અને શ્રીરામ રાધવન સતત તેના સંપર્કમાં છે. ડાયરેક્ટર રાજકુમાર હિરાની કહે છે કે શાહરૂખની ફિલ્મોમાં અનેક મુખ્ય પ્રવાહથી હટીને ભૂમિકા પસંદ કરી છે. ઘણી વખત તે પસંદ પણ કરવામાં આવે છે. મને લાગે છે કે તેનામાં હજુ પણ સિનેમા બચ્યું છે. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટા જણાવે છે કે શાહરૂખ ખાન જુલાઈમાં આવી રહેલ એક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેમનું સ્પેશ્યલ અપીરિયન્સ છે. કોમલ કહે છે કે શાહરૂખની આગામી ફિલ્મ 2021માં આવી શકે છે. તે રાજકુમાર હિરાનીની સાથે હશે. જોકે શાહરૂખ અથવા તેની ટીમ ખુદ કોઈ ફિલ્મની હજુ સુધી જાહેરાત કરી નથી. 2018માં શાહરૂખનું રેન્કિંગ ઘટ્યું અને તે 60.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમા સ્થાને આવ્યો હતો. 2019માં શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂ 66.1 મિલિયન ડૉલરની થઇ અને રેન્કિંગમાં પાંચમા સ્થાને જ રહ્યો. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં શાહરુખ ખાન હવે 8મા નંબર પર છે. 2019માં શાહરુખ ખાન પાસે 15 જેટલી બ્રાન્ડ છે. એની સામે 2017માં તેની પાસે 21 બ્રાન્ડ હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ બ્રાન્ડ્સનો રેકોર્ડ શાહરુખ ખાનના નામે છે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget