શોધખોળ કરો
Advertisement
રેપર હની સિંહનું નવું ગીત 'લોકા' થયું રિલીઝ, થોડી વારમાં આટલા લાખ લોકોએ જોયું ?
આ ગીતને વર્ષ 2020નું પાર્ટી સોંગ બતાવવામાં આવી રહ્યું છે. થોડા કલાકોમાં જ હની સિંહનું ગીત યૂટ્યૂબ પર બીજા નંબર પર ટ્રેંડ કરી રહ્યું છે.
મુંબઈ: રેપર અને સિંગર યો યો હની સિંહે પોતાના નવા મ્યૂઝિક વીડિયો લોકા સાથે ફરી એક વખત ધમાકેદાર વાપસી કરી છે. આ ગીતને વર્ષ 2020નું પાર્ટી સોંગ બતાવવામાં આવી રહ્યું છે. થોડા કલાકોમાં જ હની સિંહનું ગીત યૂટ્યૂબ પર બીજા નંબર પર ટ્રેંડ કરી રહ્યું છે.
હની સિંહનું આ નવું ગીતનું સંગીત ખૂબ જ શાનદાર છે. હની સિંહ આ ગીતમાં પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહ્યો છે. દરેક ગીતની જેમ આ ગીતને પણ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હની સિંહના આ ગીતમાં સિમર કૌરે પણ અવાજ આપ્યો છે. આ ગીતને ટી-સીરીઝે રિલીઝ કર્યું છે.
આ ગીતમાં પોતાનો અવાજ આપવાની સાથે સંગીત પણ હની સિંહે આપ્યું છે. હની સિંહ આ ગીતને લઈને ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા. તેણે પોતાના સોશિયલ મીડિયા પર પ્રમોશન પણ ઘણા સમયથી શરૂ કરી દીધુ હતું. હની સિંહનું આ ગીત 3 મિનિટ 39 સેકન્ડનું છે. આ ગીતમાં હની સિંહનું વધેલુ વજન અને લાંબા વાળ પણ જોવા મળી રહ્યા છે. હની સિંહના આ ગીતને યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 45 લાખ કરતા વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement