શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહના જન્મદિવસ પર એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્માએ આ રીતે પાઠવી શુભેચ્છા
યુવરાજ સિંહના જન્મદિવસ પર એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ખેલાડી યુવરાજ સિંહના જન્મદિવસ પર એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે. કિમ શર્માએ યુવરાજની પત્ની હેઝલ કીચ સાથે પણ પોતાની તસવીરો શેર કરી છે.
કિમ શર્મા અને યુવરાજ સિંહ સારા મિત્રો છે. યુવરાજની પત્ની હેઝલ કિચ સાથે પણ કિમ શર્મા ધણી વખત સાથે જોવા મળે છે. યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં પણ એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કિમ શર્મા પહોંચી હતી.
કિમ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા યુવરાજને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. કિમે તસવીર શેર કરતાં લખ્યું, 'જન્મદિવસની શુભેચ્છાઓ યુવરાજ સિંહ આ તારી માટે સૌથી સારું વર્ષ હોય.' કિમ શર્માએ યુવરાજની પત્ની હેઝલ સાથે પણ તસવીર શેર કરી છે.
યુવરાજ સિંહ અને કિમ શર્માએ આશરે ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. 2007માં બંનેનું બ્રેકઅપ થયું હતું. કિમ શર્મા હાલ મોટા પડદા પરથી દૂર છે પરંતુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion