આ ઓફર માટે ગ્રાહકે ઓછામાં ઓછી પાંચ રૂપિયાની ડેરી મિલ્ક ચોકલેટ ખરીદવું પડશે. ચોકલેટના રેપર પર એક બારકોડ હશે. યૂઝર્સે ઓફરનો લાભ લેવા માટે આ બારકોડને સ્કેન કરવું પડશે.
2/5
પોતાની બે વર્ષ પૂર્ણ થવા જિયો બીજી એક ઓફર પોતાના ગ્રાહકોને આપી રહ્યું છે. જિયો ડેરી મિલ્ક ચોકલેટ સાથે 1 જીબી ડેટાની ઓફર આપી રહી છે. આ ઓફરની વાત કરીએ તો જિયો યૂઝર ડેરી મિલ્ક ચોકલેટના રેપરની પિક ક્લિક કરીને 1 જીબી ડેટા મેળવી શકે છે.
3/5
જિયો દેશમાં પોતાની બીજી એનિવર્સરી ઉજવી રહ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર 2016માં પોતાની કરમર્શિયલ શરુઆત કરી હતી. દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના બે વર્ષ પૂર્ણ થવાના અવસર પર પોતાના યૂઝર્સ માટે એક ખાસ ઓફર લાવ્યું છે. જિયોએ ‘જિયો સેલિબ્રેશન પેક’ની જાહેરાત કરી છે. જેમાં યૂઝર્સને 11 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન 2 GB ડેટા ફ્રી મળશે.
4/5
જિયો યૂઝર માટે આ ઓફર માત્ર માય જિયો એપ પર ઉપલબ્ધ રહેશે. તેના માટે શરત છે કે તમારા જિયો નંબર પર પહેલાથી જ કોઈ ડેટા પ્લાન એક્ટિવ હોવો જોઈએ.
5/5
એક રિપોર્ટ પ્રમાણે જિયો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહીનામાં 8 GB ફ્રી ડેટા આપી રહ્યું છે. મહીનામાં પ્રતિદિન 2 જીબીના હિસાબે ચાર દિવસ સુધી કુલ 8 જીબી ડેટા ફ્રી મળશે. આ પ્રકારના પ્લાનની વેલિડિટી કુલ ચાર દિવસની રહેશે.