શોધખોળ કરો
Xiaomiએ લોન્ચ કર્યો Mi6 સ્માર્ટફોન, 6 જીબી રેમ અને 3D ગ્લાસ સ્ક્રીનથી હશે સજ્જ
1/6

નવી દિલ્હીઃ ટેક પ્રેમિઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે Mi 6 સ્માર્ટફોન Xiaomiએ ચીનમાં લોન્ચ કર્યો છે. ચીનની મુખ્ય સ્માર્ટફોન કંપનીએ તેને સ્થાનીક બજારમાં લોન્ચ કર્યો છે. ઝડપી પ્રોસેસર, દમદાર કેમેરો અને ભરપૂર સ્ટોરેજથી સજ્જ આ સ્માર્ટપોનને ભારતમાં લોન્ચ કરવાની હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
2/6

Xiaomiના સીઈઓ અને કો-ફાઉન્ડર લી જૂને આ ફોનને બિજિંગમાં લોન્ચ કરતાં કહ્યું કે, એમઆઈ 6માં હાલના સ્નેપડ્રેગન 835 ઓક્ટાકોર પ્રોસેસરના ગ્રાફિકલ્સ પરફોર્મન્સ આઈફોન 7 કરતાં પણ સારું છે. તે અનેક મામલે સેમસંગના લેટેસ્ટ ફોન ગેલેક્સી 8 કરતાં સારો છે.
Published at : 20 Apr 2017 07:43 AM (IST)
View More























