શોધખોળ કરો
ભાજપ નેતાના સેક્સ સંબંધઃ યુવતીને છોડી દેતાં કર્યો આપઘાતનો પ્રયાસ, નેતાજી થયા જેલભેગા
1/6
છોટાઉદેપુરઃ યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અને લગ્નની લાલચ આપી સેક્સ સંબંધ બાંધવાના ગુનામાં છોટાઉદેપુરના ભાજપના નેતાની ધરપકડ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છોટાઉદેપુરના ભાજપ મહામંત્રી અને નગરપાલિકાના કાઉન્સિલર મહેશ અંબાલિયાએ યુવતીને દગ્ગો દેતાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
2/6

પીડિતાનું કહેવું છે કે, પ્રેમી છોટાઉદેપુર નગર નો ભાજપ મહામત્રી છે અને નગરપાલિકાના કાઉન્સિલર હોય રાજકીય વગ ધરાવે છે. જેથી તેની કોઈ ફરિયાદ સાંભળે નહીં, પ્રેમી મહેશ, તેનો ભાઈ જયેશ અને તેના મિત્રો દ્વારા વારંવાર ધમકી આપવામાં આવતી હતી. જો તું કોઈને મારી વાત કરીશ તો તને મારી નાખીશ. મારી વગ ઉપર સુધી છે. તું મારું કંઈ બગાડી શકે નહીં, તેવી ધમકી આપ્યાનો આક્ષેપ પણ પીડીતાએ કર્યો છે.
Published at : 17 Oct 2016 05:39 PM (IST)
View More





















