નખત્રાણા પીઆઇ એલ પી બોડાણાને 15 એપ્રિલના વાપીની યુવતીએ જયંતી ભાનુશાળી સામે કરેલી દુષ્કર્મ ફરિયાદ અરજી મુદે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, હા વાપીની યુવતીએ અરજી આપી હતી પરંતુ થોડા દિવસો બાદ આ ફરિયાદ પર કંઈ કાર્યવાહી કરવા ન માગતી હોવાનું યુવતીએ સોંગધનામું પણ નખત્રાણા પોલીસને મોકલાવ્યું હતું.
2/7
ભુજઃ કચ્છના નલિયા દુષ્કર્મ કાંડને પણ આંબી જાય તેવા અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ રહી ચુકેલા જયંતિ ભાનુશાળી દ્વારા યુવતીઓ પર આચરાયેલા સેક્સ કૌભાંડની વિગતો ધીમે ધીમે બહાર આવતી જાય છે, વધુ એક સેક્સ કૌભાંડથી સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી ગયો છે. સુરતના વરાછાની યુવતીએ કરેલી ફરિયાદ પૂર્વે વાપીની એક યુવતીએ નખત્રાણા પોલીસ મથકમાં ગત 15 એપ્રિલ 2018ના બળાત્કારની ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી.
3/7
યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદથી બચવા અને આરોપથી મુક્ત થવા સમાધાન કરી લેવા માટે 11 એપ્રિલના નરોડા પોલીસમાં જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલે કરેલી એક ફરિયાદ પરત ખેંચવા વચન આપ્યું હતું અને સુનીલનું સોગંદનામું અને એક કાગળમાં પીડિતાની સહી કરાવી નખત્રાણા પોલીસમાં જયંતિએ મોકલી આપી હતી.
4/7
આ ઘટનાક્રમ 2015 સુધી ચાલ્યો હતો. યુવતીએ ફરિયાદમાં જયંતીએ વેપારીઓ અને રાજકારણીઓ પાસે શારીરિક સબંધ બાધવા મજબૂર કરી વેપારીઓ પાસેથી પાર્ટી ફંડ નામે તેમજ યુવતી સાથેની વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપી વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરતો હતો. જોકે, આ યુવતી હાલ એક કેસમાં જેલમાં છે પરંતુ બહાર આવી જયંતી વિરૂદ્ધ ફરી ફરીયાદ કરે તેવું જાણવા મળી રહ્યું છે.
5/7
ભાનમાં આવતાં જ યુવતીએ જયંતીને પેટ પર લાત મારીને ફગાવી દીધો હતો. યુવતીની ક્લીપ ઉતારી વેબસાઈટ પર અપલોડ કરવાની ધમકી આપી હતી, તેમજ તારા પરિવારને મરાવી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જોકે આ દરમિયાન એક મહિના બાદ ફરી ધમકી આપી અમદાવાદ તેમજ ભુજના ભાગોળે આવેલા એક રિસોર્ટમાં બોલાવીને અવાર-નવાર જયંતી ભાનુશાળીએ શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હતો.
6/7
વાપીની યુવતીએ નખત્રાણા પોલીસ મથકમાં જયંતી ભાનુશાલી વિરૂદ્ધ આપેલી લેખિત ફરિયાદ મુજબ ગત 2008માં તેનો જયંતિ સાથે તેનો સંપર્ક થયો હતો અને એક વર્ષ બાદ જયંતિએ ફોન કરી ભાજપ પક્ષમાં સારો હોદો આપવાની લાલચ આપી યુવતીને વાપીથી ભુજ બોલાવી હતી.
7/7
ભુજ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં આવેલ પોતાના મકાનમાં બોલાવી હતી. જ્યાં તેના માણસ દ્વારા ચા નાસ્તામાં ઘેનયુક્ત પ્રવાહી મેળવી અર્ધ બેભાન કરી દીધી હતી ત્યાર બાદ જયંતીએ યુવતીના બે હાથ પલંગ સાથે બાંધીને બળજબરી શારીરિક સંબંધ બાધ્યાં હતાં.