દાહોદઃ ધોરણ નવમાં અભ્યાસ કરતાં ચાર બાળકો ચોસાલા નજીક ડેમમાં ડૂબી જતાં મોત થયા છે. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. ચારેય બાળકો દાહોદની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. આ ઘટનાની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
3/4
4/4
દાહોદની ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાથી છૂટી પિકનીક મનાવવા માટે ગયા હતા. પિકનીક માટે આવેલા વિદ્યાર્થીઓ કાલી ડેમમાં નાહ્વા પડતા વિદ્યાર્થીઓ ડુબ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ચારેય વિધાર્થીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.