વિનોદ ઉર્ફે વિનોદ સિંધી(વડોદરા, અમદાવાદ-ગુજરાતમાં), પિન્ટુ જયસ્વાલ(વડોદરામાં), ફિરોજ ફ્રૂટ, પિન્ટુ નવાપુર અને ફિરોજ નાલબં( સુરત), પરેશ જયકિશન,બાબુલાલ શાહ (સુરત અને વડોદરા), નાગદાન ટાપરિયા (ગઢવી) અને અલ્તાફ (સૌરાષ્ટ્ર), બધો રબારી અને ધીરેન કારિયા (જૂનાગઢ) અશોક પરમાર,દિલીપ મારવાડી અને રમેશ કલાક (વડોદરા-ગોધરા), કૈલાસ ઉર્ફે કૈલાસ રાઠી અને જોગીન્દરપાલ શર્મા(ગુજરાત), મુપારામ ઉર્ફે મફા મારવાડી (અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, વડોદરા).
2/5
આ ત્રણેય બુટલેગરો અમદાવાદ શહેર, ગ્રામ્ય, નડીઆદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા સહિતનાં શહેરોમાં નાના નાના બુટલેગરોને દારૂ સપ્લાય કરે છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના કાળુ છગન રાઠોડનો પણ સમાવેશ થાય છે. જે અમદાવાદ જિલ્લાની અંદર મોટા પાયે દારૂ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે.
3/5
અમદાવાદ: રાજ્યમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઇકાલે પોલીસે દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહીના નામે રાજ્યના મોસ્ટવોન્ટેડ 25 બુટલેગરોની યાદી જાહેર કરી છે. સીઆઇડી ક્રાઇમે આ બુટલેગરોની યાદી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને મોકલી દીધી છે. આ સિવાય સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીએ રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર પાઠવી મોટા પાયે દારૂ સપ્લાય કરતાં બુટલેગરોની યાદી મોકલવા આદેશ કર્યો છે.
4/5
ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પાઠવેલા પરિપત્રમાં જે મોસ્ટવોન્ટેડ 25 બુટલેગરોની યાદી મોકલી છે તેમાં અમદાવાદ શહેરના અકબરઅલી ઉર્ફે ઝુબેરઅલી ઉર્ફે કાલુ મહેબૂબઅલી સૈયદ, હુસેન ઉર્ફે હુસેન બાટલો ઇસ્લાઇલભાઇ ધોળકાવાળા અને કિશોરસિંહ લંગડાનો સમાવેશ થાય છે.
5/5
પોલીસ સ્ટેશનોને મોકલેલી યાદી પ્રમાણે બુટલેગરો આ જિલ્લામાં દારૂ સપ્લાય કરે છે. જેમાં અકબરઅલી મહેબૂબઅલી સૈયદ, હુસેન ઉર્ફે હુસેન બાટલો ધોળકાવાળા, કિશોરસિંહ ઉર્ફે કિશોર લંગડો અને કાળુ રાઠોડ અમદાવાદ શહરે તથા અમદાવાદે રેન્જમાં દારુ સપ્લાય કરે છે. ચિરાગ પંચોલી, સુનીલ દરજી,વીરસિંહ માનાજી ઠાકોર જે ગાંધીનગરમાં સપ્લાય કરે છે. ભરત ઉર્ફે ભરત લંગડો ડાંગી અમદાવાદ-ગાંધીનગરમાં સપ્લાય કરે છે.