શોધખોળ કરો
ગુજરાતમાં પાઠ્યપુસ્તકમાં વધુ એક છબરડો, ધો-૪ના પુસ્તકમાં રોજાનો અર્થ ઝાડા-ઉલ્ટી રોગ છપાઇ ગયો
1/5

તાજેતરમાં જ, ધોરણ ૯ના હિન્દીના પુસ્તકમાં હેવાન ઇશુ શબ્દના છબરડાનો વિવાદ સામે આવતાં ખ્રિસ્તી સમુદાયે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને દેખાવો કરી પુસ્ત પાછુ ખેંચવા માંગણી કરી હતી, જે વિવાદ હજુ શાંત પડયો નથી ત્યાં ધોરણ ૪ના હિન્દી માધ્યમના પુસ્તકમાં રોજા એટલે ઝાડા ઉલટીની બિમારી એવો ઉલ્લેખ કરાતા ફરી એક મોટો વિવાદ સર્જાયો છે.
2/5

આવી ગંભીર ક્ષતિ બદલ મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગીની સાથે ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. તો, આ ભૂલને લઇ પાઠય પુસ્તક મંડળની ગંભીર બેદરકારી ફરી સામે આવી છે. પુસ્તકમાં જે શબ્દો હિન્દીમાં લખાયા છે તે મુજબ, રોજા શબ્દનો અર્થ એક 'ચાતક તથા સંક્રામક રોગ જિસમેં દસ્ત ઔર કૈ આતી હૈ' લખવામાં આવ્યો છે. રોજા મુસ્લિમ સમાજમાં પવિત્ર શબ્દ મનાય છે અને તેમાં આવી ભૂલના કારણે મુસ્લિમ સમુદાયમાં નારાજગી ફેલાઇ છે.
Published at : 11 Jul 2017 10:32 AM (IST)
Tags :
GUJRATView More























