શોધખોળ કરો
પ્રિન્સિપાલ અને શિક્ષિકાની પ્રેમલીલા: શિક્ષિકાએ આચાર્ય વિરૂદ્ધ શું કરી ફરિયાદ? જાણો વિગત

1/5

અલબત્ત, આ ગામના આગેવાનનો દ્વારા થોડા સમય અગાઉ જ જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલાની કરતૂતોથી વાકેફ કર્યાં હતાં. પરંતુ વાયરલ થયેલા વીડિયો મુજબ શિક્ષિકા અને આચાર્ય વચ્ચેની પ્રેમલીલા શાળાના એક ઓરડામાં જ થઈ રહી છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ સમાન આ ઘટનાની આ વિસ્તારમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.
2/5

શાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલા વીડિયોએ દાહોદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે.
3/5

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે જણાવ્યું હતું કે, જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ દુઃખદ છે. આ કેસમાં તાલુકા પ્રાથમિક અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. બંને શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
4/5

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ શિક્ષિકાએ આ મામલે સંજેલી તાલુકા પોલીસ મથકે આચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવા પ્રમાણે, આચાર્યએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
5/5

દાહોદઃ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા અને આચાર્યની પ્રેમલીલાનો વીડિયો ત્રણ ચાર દિવસથી વાયરલ થયો હતો. આ વીડિયો રૂમમાં છૂપાવીને રાખવામાં આવેલા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ મામલે શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.
Published at : 05 Nov 2018 12:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
મનોરંજન
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
