દિયા બ્યુટી પાર્લરમાં બેડ પર જ પ્રેમી અંશુ સાથે અંકિતાએ સેક્સ માણ્યા બાદ તેની હત્યા કરી નાંખી હતી તેવી શંકા પોલીસને જતાં પોલીસે અંકિતાનું મેડીકલ ચેક અપ કરાવ્યું હતું અને હત્યારી અંકિતા અને મૃતક અંશુના આંતરવસ્ત્રો કબજે લઈ એફ.એસ.એલ તપાસ માટે મોકલી આપ્યા હતાં.
2/5
અંશુના છાતી પર ધારદાર છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. નશાની હાલતમાં હોવાથી અંશુ ઘાનું દર્દ સમજી શક્યો નહતો અને તરફડીયા મારતો હતો. બે કલાક સુધી હત્યારી અંકિતા પ્રેમીની લાશ લઈને બેસી રહી હતી અને તડપતા તડપતાં આખરે અંશુએ આખરી શ્વાસ લીધો હતો. અંશુ કણસતો હતો અને અંકિતા તેનો ક્રૂર આનંદ લઈ રહી હતી.
3/5
બુધવારે બપોરે બે વાગે અંશુમાન પીધેલી હાલતમાં બીયરની બોટલ લઈને દિયા બ્યુટી પાર્લરમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે ‘કેમ મારો ફોન બ્લેક લીસ્ટમાં મૂકી દીધો છે’ તેમ કહી ચોધાર આંસુએ રડવા લાગ્યો હતો તે જોઈને અંકિતાએ તેને ત્યાંથી જતાં રહેવા કીધું હતું કે અહીંથી જતો રહે અહીં આપણને કોઈ જોઈ જશે તેમ કહેવા લાગી હતી. પરંતુ નશામાં બેભાન હાલતમાં તેણે અંકિતાને તેની કમરમાંથી પકડીને પોતાની બાજુ ખેંચી હતી ત્યાર બાદ બન્ને એકબીજામાં ખોવાઈ ગયા હતાં. ત્યાર બન્નેએ બ્યુટી પાર્લરમાં જ સેક્સ માણ્યું હતું.
4/5
તેનાથી 14 વર્ષ મોટી રંગીન મિજાજી 35 વર્ષની અંકિતાએ તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બન્ને વારંવાર એકબીજાને મળતા હતું. જોકે અંશુ-અંકિતાએ તમામ હદો વટાવી દીધી હતી જેની જાણ ઘરના લોકોને થતાં ઝઘડાઓ શરૂ થઈ ગયા હતાં. તેથી ઘર પણ બદલવાની ફરજ પડી હતી. વારંવાર તેના પતિ સાથે બોલાચાલી પણ થતી હતી.
5/5
મહીસાગર: અંશુ મર્ડર મિસ્ટ્રીમાં દિવસે દિવસે નવા ખૂલાસા થઈ રહ્યા છે. પોલીસ પૂછપરછમાં અંશુની પ્રેમિકા બ્યુટી પાર્લરની સંચાલિકા અંકિતા પટેલે હત્યા કરી હોવાનું કબુલ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મર્ડર મિસ્ટ્રીમાં સાત મહિના અગાઉ અંકિતાના લુણાવાડા સ્થિત મકાન સામે પરપ્રાંતીય અંશુમાન ટાઈલ્સ ફિટિંગનું કામ કરવા આવ્યો હતો તે સમયે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી.