પાકિસ્તાની સંદિગ્ધ SUV કારમાં ચારથી પાંચ જેટલા સંદિગ્ધ બોક્સ લઈને ગાંધીધામ તરફ રવાના થયો હતો. આ ઈનપુટ બાદ કચ્છમાં નાકાબંધી શરૂ કરાઈ હતી. હાલમાં આ ઈનપુટ બાદ સુરક્ષા એજંસીઓએ તકેદારી વધારી દીધી છે. પરંતુ આ પ્રકારના કોઇ સંદિગ્ધ ઇસમનું પગેરું મળી શક્યું ન હતું.
2/4
દિલ્લી ગુપ્તચર એજંસીના ઈનપુટ ગૃહ વિભાગને અપાયા હતા. જે બાદ તકેદારી વધારાઈ હતી. ઈનપુટ હતા કે, સંદિગ્ધ પાકિસ્તાની જખૌથી ગાંધીધામ તરફ રવાના થયો હતો.
3/4
ભુજ: આઈબીએ જણાવ્યા અનુસાર કચ્છના જખૌથી એક પાકિસ્તાની નાગરિક ગુજરાતમાં ઘુસ્યો હોવાના ઈનપુટ બાદ કચ્છમાં અલર્ટ યથાવત છે.
4/4
ગઈકાલે ઈનપુટ આવ્યા હતા કે, એક પાકિસ્તાની નાગરિક ચારથી પાંચ શંકાસ્પદ બોક્સ સાથે જખૌથી ઘુસ્યો છે. બાતમી મળતાં જ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.