નરેન્દ્ર મોદી શનિવારે સાંજે રાજભવન ખાતે CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના પદાધિકારીઓ, પ્રધાનો સાથે બેઠક કરી શકે છે. જોકે, આ સંદર્ભે હજુ સુધી સત્તાવાર નિર્ણય લેવાયો નથી, પરંતુ અગાઉ વડાપ્રધાને એમના બે પ્રવાસમાં કેટલીક મહત્વની સરકારી યોજનાઓની સમીક્ષા કરી હતી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરી આપીને જાહેર સભાને પણ સંબોધશે. ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત ભાજપ માટે મહત્વની બની રહેશે.