શોધખોળ કરો

રાજકોટ-ટંકારા હાઇવે પર અકસ્માત, કારમાં આગલ લાગતા 2 જીવતા સળગ્યા, કુલ 3 મોત

1/6
રાજકોટ: ટંકારા પાસે મોરબી - રાજકોટ હાઈવે રોડ ઉપર શનિવારે સવારે ટ્રક - મોટરસાયકલ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થતા ૩ના મોત થયા હતા. આ અકસ્માતમાં કારમાં આગ લાગતા બે વ્યકિત જીવતા ભુંજાઈ ગયા હતા જે રાજકોટના ગરાસીયા પરિવારના માતા-પુત્ર હોવાનું બહાર આવ્યું છે.

2/6
3/6
 મળતી વિગતો મુજબ આજે ટંકારા પાસે રાજકોટથી કપાસીયા ભરીને આવતા ટ્રકે આગળ જતા મોટર સાયકલ સવારને અડફેટે લેતા ટ્રક રોંગ સાઈડમાં ધસી ગયો હતો અને સામેથી મોરબી તરફથી આવતી વેગનઆર કાર સાથે અથડાયો હતો. આ ટ્રીપલ અકસ્માત બાદ કારમાં આગ ભભૂકતા કારમાં બેઠેલા બે વ્યકિત જીવતા ભુંજાય ગયા હતા તેમજ બાઈક સવાર ગોવિંદભાઈ પેથાભાઈ રબારી (રહે. હળમતીયા)ને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ટંકારા હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.

4/6
 આ બનાવને પગલે અકસ્માત સ્થળે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. મોરબીથી મીની ફાઇટર બોલાવી તથા ટંકારાના પાણીના ટેન્કર દ્વારા આગ ઠારવામાં આવી હતી.

5/6
 ટંકારાના પીએસઆઈ ઝાલા તથા સ્ટાફે રાજકોટ રહેતા જયપાલસિંહ જાડેજાના સગા-સંબંધીઓને લાશ અને કારની ઓળખ માટે ટંકારા બોલાવ્યા છે. કારમા સળગી ગયેલ બન્ને લાશની ઓળખ મળે તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી. કારમાંથી બંગડી મળી છે. આ બંગડીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલી બે વ્યકિતઓ જીવતી ભુંજાય જતા ટંકારા પોલીસને આ બન્ને મૃતદેહના અવશેષો બહાર કાઢીને પોટલા બાંધવા પડયા હતા.

6/6
ટંકારા પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર ભુજની હોવાનું ખુલ્યુ હતું. જો કે આ કાર રાજકોટના ગરાસીયા પરિવારને વેચી દીધી હોવાની જાણ થતાં પોલીસે રાજકોટમાં રહેતા ગરાસીયા પરિવારનો સંપર્ક કર્યો હતો. રાજકોટના સત્યસાઈ હોસ્પીટલ રોડ પર આવેલ પવનપાર્કમાં રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪) તથા તેના માતા કિરણબા મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.પ૮) આ વેગનઆર કારમાં તેના વતન માળીયામિંયાણાના મોટા દહીંસરા ગામે લગ્નમાં ગયા હતા. પોલીસે મોટા દહીંસરા ખાતે તપાસ કરતા રાજકોટ રહેતા જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેના માતા સાથે આજે સવારે રાજકોટ જવા નિકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બન્ને માતા-પુત્રનો આજ બપોર સુધી કોઈ સંપર્ક થયો ન હોય ટંકારા પાસે અકસ્માતમાં સળગી ઉઠેલ કારમાં આ બન્ને માતા-પુત્રનું જ મોત થયુ હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

Embed widget