ભુજઃ અંજાર-સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને કારણે રોડ પર ભારે ટ્રાફિક થઈ ગયો હતો. ટ્રકમાં ફસાયેલી લાશો મહામહેનત પછી બહાર કાઢવામાં આવી હતી.