શોધખોળ કરો
પાટણમાં બનેલી મારામારીની ઘટના અંગે હાર્દિક પટેલે ખોલ્યું મોં, જાણો શું કહ્યું?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 01 Sep 2017 10:05 AM (IST)
1/6

ઉલ્લેખનીય છે કે, પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પર નવજીવન હોટલ પર ચા નાસ્તો કરવા બેઠેલા હતા ત્યારે હાર્દીક તેમના કાફલા સાથે આવી દિલીપ સાવલીયાને પાલડીના મહેશ પટેલ, જસદણના સુનીલ ખોખરીયા, રાજકોટના બ્રિજેશ પટેલ, ધવલ ભીમાણી(કાકા) અને બીજા ચાર પાંચ અજાણ્યા શખસો અને હાર્દિક પટેલે રાજકોટમાં સહકાર આપતા નથી અને કોમેન્ટ મારે છે તેવું કહેતાં સાવલીયાએ તમો પણ આવી કોમેન્ટ મારવાનું બંધ કરો, સમાજનું કામ તો અમે પણ કરીએ છીએ. આમ કહેતાં શખસો ઉશ્કેરાઇ જઇ બ્રિજેશ પટલે દિલીપનો સોનાનો દોરો અને સુનીલે મોબાઇલ તોડી નાખ્યો હતો. આ વખતે નરેન્દ્રભાઇ, નીકેતન, હેમલ પટેલ અને ભરત પટેલે સમજાવી શાંત પાડ્યા હતા. છતાં ધવલ ભીમાવતે નરેન્દ્રભાઇને બે ત્રણ લાફા મારી પેશાબના ભાગે પાટુ માર્યું હતું અને પ્રોગ્રામમાં જતાં ત્યાં પણ કાસળ કાઢી નાખવાની ધમકી દિનેશ બામણીયાએ આપી હતી તેવું ફરીયાદમાં આક્ષેપ કરાયો છે.
2/6

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, બાદમાં હું પ્રોગ્રામમાં જતો રહ્યો હતો અને તે પૂરો કરી વિરમગામ જતા રહ્યા હતા. સુનીલ ખોખરીયા, ધવલ ભીમાણી, બ્રિજેશ પટેલને જોવાથી ઓળખે છે. પણ આ બનાવ વખતે તેઓ ત્યાં હતા કે નહી તેની ખબર નથી. તેમના આખા નામ સરનામા પણ ખબર નથી કે તેમની સાથે કોઇ સીધો સંપર્ક નથી તેમ તેણે જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
3/6

પોલીસ દ્વારા હાર્દિકની પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેણે કાર્યક્રમમાં આવતાં નવજીવન હોટલમાં કાફલા સાથે એકાદ કલાક રોકાયા હતા તે સમયે ઘણાખરા સમાજના કાર્યકરો હતા. ફરીયાદી પણ હતા પણ મારે કોઇ તકરાર થઇ નથી. બહાર કોઇ તકરાર થઇ હોય તો ખબર નથી.
4/6

પીએસઆઇ એમ.એન.દવેએ જણાવ્યું હતું કે, સમી ખાતે શંખેશ્વર ત્રણ રસ્તા પર પોલીસ ચોકી આગળ ત્રણે દિશામાંથી આવતા જતા વાહનો પણ ચાંપતી નજર રાખવા માટે શંખેશ્વર ત્રણ રસ્તા પર ત્રણ સીસીટીવી કેમેરા પણ તત્કાલ ગોઠવવામાં આવ્યા છે. આમ તો અગાઉ જ કેમેરા લગાવવાના હતા પણ બાકી હોઇ આ સમયે લગાવી દેવાયા છે.
5/6

પાટણઃ હેસાણાના પાસ કન્વીનર પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયાની આણંદ અને રાજકોટથી પોલીસે ધપકડ કરી હતી બાદમાં તેન પાટણ પોલીસને સોપીં દીધો હતો. હાર્દિક અને બાંભણીયાને મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા પણ આખો દિવસ સમી પોલીસ સ્ટેશન ખાતે રૂમમાં બંધ રખાયા બાદ રાત્રે પાટણ લાવી જજના બંગલે રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
6/6

રિમાન્ડ બાદ પાસના હિરો હાર્દિક પટેલ, દિનેશ બાભણીયા અને મહેશ પટેલને ગુરુવારે પણ સમી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા અને પૂછપરછ કરાઇ હતી. આ ત્રણેયના રિમાન્ડ આજે એટલે કે 1 સપ્ટેમ્બરે સાંજે પુરા થશે. પોલીસ સાથે પૂછપરછમાં હાર્દિકે કોઈ સાથે તકરાર થઈ ન હતી તેમ કહ્યું હતું.
Published at : 01 Sep 2017 10:05 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
ગુજરાત
Gujarat Rain: ગુજરાતમાં મોસમનો 88% વરસાદ, 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ડેમની સ્થિતિ
ગુજરાત
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પી.ડી. પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે જેજે પટેલની વરણી
ગુજરાત
Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન
ટ્રેન્ડિંગ સમાચાર






















