શોધખોળ કરો
13 વર્ષની ઉંમરે કર્યો હતો રેપ, 16 વર્ષ બાદ યુવતીએ નોંધાવી ફરિયાદ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 18 Feb 2017 03:47 PM (IST)
1/6

સરકારી વકીલે દલીલ કરતા કહ્યું 13 વર્ષની ઉંમરે પોતાની મરજીથી સંબંધ બાંધ્યા હોય તો પણ તેને બળાત્કાર કહેવાય. જેના કારણે આરોપીને જામીન ન આપવા જોઈએ. કોર્ટ જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ પોતાની જામીન અરજી પરત ખેંચી છે.
2/6

સુરેશની ધરપકડ બાદ તેણે જેલમાંથી જામીન અરજી કરી હતી. તેણે કહ્યું આ ઘટનામાં 16 વર્ષ બાદ ફરિયાદ કરવામાં આવી છે. આ યુવતી તેની પત્ની છે અને ચાર સંતાનો પણ તેના છે. આ ફરિયાદ ખોટી રીતે કરવામાં આવી છે તેના જામીન આપવા જોઈએ.
3/6

વર્ષ 2011માં સુરેશને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ થતા તે તેની સાથે મારકૂટ કરતો હતો. જેને લઈને 2012માં યુવતી સંતાનો સાથે રાજકોટ પોતાના ઘરે આવી હતી. યુવતીના પિતા હયાત નથી જ્યારે તેની માતાએ સંતાનો રાખવાની મનાઈ કરતા તે ભાડામાં મકાનમાં રહી ઘરકામ કરીને પોતાનુ જીવન ચલાવે છે. જેમના ઘરે ઘરકામ કરે છે તેણે પ્રેરણા આપતા યુવતીએ હિમ્મત કરી ફરિયાદ દાખલ કરી છે.
4/6

સુરેશ હંમેશા તેને કેફિ પીણુ પીવડાવતો જેના કારણે તે ભાનમાં રહેતી નહી. ત્યારબાદ જ્યારે તેને ઈચ્છા થાય ત્યારે સુરેશ બળજબરી કરીને બળાત્કાર કરતો હતો. 2006માં અમરેલીના ધારી ગામે પ્રથમ વખત બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ બીજા ત્રણ સંતાનોની માતા બની હતી.
5/6

રાજકોટમાં રહીને ઘરકામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી 29 વર્ષની યુવતીએ હાલ ધંધૂકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે ગામમાં રહેતી તેની મિત્ર યુવતીનો ભાઈ તેના સંપર્કમાં આવ્યો હતો. એક વખત તે મેળામાં ગઈ હતી જ્યા યુવકે તેને કેફિ પીણુ પિવડાવતા તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે ટ્રેનમાં હતી. ત્યારબાદ ધંધૂકા લઈ જઈ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
6/6

અમદાવાદ: 13 વર્ષની ઉંમરે 2001માં યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો તેની ફરિયાદ યુવતીએ હાલ નોંધાવતા ચકચાર મચી ગયો છે. ચાર સંતાનોની માતા બનાવી પતિ બીજા સાથે રહેવા લાગ્યો હોવાની ફરિયાદ પત્નીએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં કરી છે. પત્નીની ફરિયાદ નોંધ્યા બાદ પતિને પોલીસે ઝડપી જેલમાં ધકેલ્યો છે. આરોપીએ જેલમાંથી જામીન અરજી કર હતી. સરકારે એવી રજૂઆત કરી હતી કે 13 વર્ષની ઉંમર સગીર ગણાય માટે પોતાની મરજીથી સંબંધ બાંધ્યા હોય તો પણ તે બળાત્કાર ગણાય માટે તેને જામીન ન આપવા જોઈએ. કોર્ટે જામીન અરજી ફગાવતા યુવકે અરજી પાછી ખેંચી છે.
Published at : 18 Feb 2017 03:47 PM (IST)
Tags :
RapeSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ
ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
ગુજરાત
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
ગુજરાત
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર






















