પોલીસને રિચા ધીમાનના રૂમમાંથી એક નોટ મળી હતી. આ નોટમાં તેના પ્રેમી પોલીસ કોન્સ્ટેબલ સંદીપ કુમારને તેના મોત માટે જવાબદાર જણાવાયો છે. પોલીસના મતે તેના મૃત્યુનું કારણ પ્રેમીનું લવ અફેર હોય શકે છે. પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
2/6
શિમલાઃ હિમાચલ પ્રદેશની જાણીતી મોડલ અને અભિનેત્રી રીચા ધીમાનનું ધર્મશાલામાં શંકાસ્પદ હાલતમાં મૃત્યું થતાં ચકચાર મચી છે. તેના રૂમમાંથી રીચાનો મૃતદેહ દુપટ્ટાથી ફાંસો ખાઈને પંખામાં લટકાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
3/6
રીચા ધીમાનને સંદીપ કુમાર સાથે લાંબા સમયથી સંબંધો હતા. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી સંદીપ કુમારનું બીજી છોકરી સાથે ચક્કર ચાલતું હતું. રીચા સંદીપને તેની સાથે લગ્ન કરવાનું કહેતી પણ સંદીપ તૈયાર નહોતો અને તે રીચાને મારઝૂડ પણ કરતો હતો.
4/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી રિચા ધર્મશાલામાં ભાડે રહેતી હતી. તે તેલુગુ સહિતની દક્ષિણી ફિલ્મ્સ અને હિમાચલ પ્રદેશમાં 100 કરતાં વધારે મ્યુઝિક આલબમમાં કામ કરી ચૂકી હતી. હાલ તે એક પહાડી આલબમના શૂટિંગમાં બિઝી હતી.
5/6
રીચા માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની દીકરીએ પોલીસવાળા સાથે અફેરને લીધે જ કથિત રીતે આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. આ પછી પોલીસે સુસાઇડના આધારે સંદીપ કુમાર પર આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. 24 વર્ષની રિચા નાગરોટાના મલા વિસ્તારની રહેવાસી હતી. તેણે નાની ઉંમરમાં જ મોડલિંગ શરૂ કર્યું હતું. તેને મિસ નાગરોટા ખિતાબથી પણ સન્માનિત કરાઇ હતી. રીચાએ સીરિયલોમાં પણ કામ કર્યું હતું. તેની કારકિર્દી પૂરજોશમાં ચાલતી હતી પણ પ્રેમ પ્રકરણે તેનો ભોગ લઈ લીધો.
6/6
આ અંગે કાંગડાના એસપી સંજીવ ગાંધીએ જણાવ્યું કે, શુક્રવારે મકાનમાલિકે રીચાના મોતની જાણકારી આપી હતી. શરૂઆતની તપાસથી એવું લાગી રહ્યું છે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે, નોટમાં પોલીસ કોન્સ્ટેબલનું નામ આવવાથી આ બાબત વધુ ગૂંચવાઇ છે. આ ઘટનાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.