જયલલિતા પોતાના રાજનીતિક ગુરુ એમજી રામચંદ્રન બાદ સત્તામાં સતત બીજી વખત આવનારી અને તમિલનાડુમાં પ્રથમ રાજનીતિજ્ઞ હતી. આ સંજોગોવશાત્ ન હતો કે એમજીઆરની હેટ્રિક બાદથી કોઈ પણ પક્ષ અત્યાર સુધી તમિલનાડુમાં સતત બીજી વખત પણ સત્તામાં નથી આવી શક્યો. તમિલનાડુમાં માત્ર એમજી રામચંદ્રન જ હતા જેમણે 1977થી 1988 સુધી સતત ત્રણ ચૂંટણી જીતીને હેટ્રિક લગાવી હતી.
2/6
જયલલિતાની સફળતાનું એક મોટું કારણ એ પણ હતું કે પાછલી સરકારની જેમ તેમના પર ભ્રષ્ટાચારનો કોઈ મોટો આરોપ હતો નહીં. ભ્રષ્ટાચારના જૂના કેસમાં કર્ણાટક હાઈકોર્ટેમાં છૂટ્યા બાદથી તેમનું અને તેમના સમર્થકોનું મનોબળ સતત વધતું ગયું.
3/6
એટલું જ નહીં જયલલિતાએ પોતાના શાસન દરમિયાન લોકો માટે અમ્મા નામથી એક નવી બ્રાન્ડ શરૂ કરી. તમિલનાડુમાં અમ્મા મિનરલ વોટર, અમ્મા શાકભાજીની દુકાન, અમ્મા ફાર્મસી, એટલું જ નહીં અમ્મા સીમેન્ટ પણ સસ્તી કિંમત પર બજારમાં મળવા લાગી.
4/6
અમ્માને આ લોકપ્રિયતા એમ જ નથી મળી. તમિલોની વચ્ચે અમ્માના નામથી લોકપ્રિય જયલલિતાએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં લોકોને આકર્ષે તેવા અનેક કામ કર્યા. જયલલિતાએ અમ્મા કેન્ટીન શરૂ કરી હતી જ્યાં ખૂબ જ વાજબી ભાવે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
5/6
તમિલનાડુની રાજનીતિમાં 68 વર્ષની જયલલિતાનાં કરિશ્માઈ વ્યક્તિત્વનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની બાકીના અન્ય રાજ્યોમાં આંધી ચાલતી હતી ત્યારે જયલલિતાની પાર્ટીને તમિલનાડુમાં 39માંથી 37 સીટપર જીત મળી હતી.
6/6
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતમાં જયલલિતાને તેના પ્રશંસકો ભગવાનની જેમ પૂજે છે. તેમની એક એક રેલી માટે લાખો સમર્થકો આવતા હતા. અમ્માના પ્રશંસક તેમના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. અમ્માની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જ્યારે તેઓ બીમાર હોવાના સમાચાર આવ્યા ત્યારે લોકો તેમના સારા થવાની માનતા રાખીને જમીન પર ખાવાનું પણ ખાધું.