આસારામની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે પોતે ઉભા રહી શકતા નહોતા. એ માંડ માંડ વકીલના સહારે ઉભા થયા હતા. વકીલોના ખભા પકડીને એ ઉભા રહ્યા ત્યારે પણ એ ધ્રુજતા હતા. તેમણે જજ સામે હાથ જોડવાની કોશિશ કરી પણ હાત પણ સરખા જોડી શકતા નહોતા.
2/4
આસારામે હાથ જોડીને ધ્રુજતાં ધ્રુજતાં જજને કહ્યું હતું કે, જજ સાહેબ હું ઘરડો થઈ ગયો છું, રહેમ કરો. આસારામ બોલતાં બોલતાં પણ રડી પડ્યા હતા. પોતાને ભગવાન ગણાવતો અને બધાંની કિસ્મતનો ફેંસલો કરવાનો દાવો કરતા આસારામ સાવ દયનિય સ્થિતીમાં આવી ગયા હતા. એ ધ્રુજતા ધ્રુજતા બેસી રહ્યા હતા.
3/4
મજાની વાત એ છે કે પોતાને ભગવાન ગણાવતા આસારામ આ સજા સાંભળતાં જ માથું પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. આ પહેલાં પણ સવારે જજે આસારામને દોષિત જાહેર કરતાં તેઓ કોર્ટમાં જ રડી પડ્યા હતા. કોર્ટમાં આસારામે જજને તેની ઉંમરની વાત કરીને રહેમ આપવાની વાત કરી હતી.
4/4
જોધપુરઃ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં જોધપુરની કોર્ટે આસારામ ઉપરાંત શરત ચંદ્ર અને શિલ્પીને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં શિવ અને પ્રકાશ નામના બીજા બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદાને પગલે આસારામ પડી ભાંગ્યા હતા.