પીડિતાની સાથે જ આરોપી પોલીસ અધિકારી દીપક ખજુરિયા, શુભમ સાંગરા અને પરવેશના પણ બલ્ડ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતાં. આ કેસમાં પોલીસ પણ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી હતી જોકે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે.
2/6
રાજ્યના ડીજીપી એ ગૃહમંત્રાલયની મદદ માંગી હતી કે પુરાવાની તપાસ દિલ્હી ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવે. માર્ચમાં જ પીડિતાના કપડાં, મળ, અને કેટલાંક બીજા પુરાવાઓને તપાસ માટે દિલ્હી ફોરેન્સિકલ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.
3/6
આરોપીઓએ કથિત રીતે કેટલાંક સ્થાનિક પોલીસ કર્મીઓની સાથે મળી પીડિતાના કપડાં ધોઈ નાંખ્યા જેથી કરીને પુરાવાને નષ્ટ કરી શકાય. રાજ્યની ફોરેન્સિક લેબ પણ કપડાં પર લોહીના ધબ્બાને શોધવામાં નિષ્ફળ રહી હતી. તેના લીધે એસઆઇટી આરોપીઓની વિરૂદ્ધ કેસ નોંધી શકતી નહોતી.
4/6
ઉલ્લેખનીય છે કે કઠુઆ કેસની તપાસ કરી રહેલા જમ્મુ-કાશ્મીર પોલીસની SITને તપાસમાં અડચણનો સામનો કરવો પડી રહ્યો હતો. કારણ કે તેને જે પુરાવા મળ્યાં હતાં તે આરોપીઓને દોષિત સાબિત કરવા માટે પૂરતા નહોતા.
5/6
દિલ્હી FSLએ પોતાનો રિપોર્ટ એપ્રિલના પેહલાં સપ્તાહમાં જ આપ્યો છે. એટલું જ નહીં મંદિરમાંથી મળેલા વાળની તપાસ કરતાં ખબર પડી હતી કે તેની ડીએનએ પ્રોફાઈલ એક આરોપી શુભમ સાંગરાને મળે છે. આ રિપોર્ટમાં એ વાતની પણ પુષ્ટિ થઈ છે કે, પીડિતાના કપડાં પર મળેલા લોહીના ધબ્બા ડેના ડીએનએ પ્રોફાઈલથી મેચ થાય છે. તેની સાથે જ દિલ્હી એફએસએલે પીડિતાના યૌનાંગમાં પણ લોહી મળ્યાંની પુષ્ટિ કરવામાં આવી છે.
6/6
જમ્મુ-કાશ્મીર: કઠુઆ ગેંગરેપ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી ફોરેન્સિક લેબ (FSL) તમામ પુરાવાની તપાસ કરી છે અને તેને સત્ય માન્યું છે. એફએસએલના રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, મંદિરમાં મળેલા લોહીના ધબ્બા પીડિતાના જ છે. આ વાત પરથી લગભગ પુષ્ટિ થાય છે કે આઠ વર્ષની બાળકી સાથે મંદિરની અંદર જ દુષ્કર્મ કરવામાં આવ્યું છે.