શોધખોળ કરો
માત્ર 2 કલાક 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે, આવો હશે બુલેટ ટ્રેનનો રૂટ
1/6

બુલેટ શરૂ થતાં બંને શહેર વચ્ચેની મુસાફરી 2 કલાક 7 મીનીટમાં પૂરી કરવાનું શક્ય બનશે. અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન 12 સ્ટેશન પર ઊભી રહેશે. ગુજરાતના 8 અને મહારાષ્ટ્રના 4 સ્ટેશનો રહેશે. પ્રોજેક્ટ માટે સાત કિલોમીટરનો રૂટ થાણેના દરિયામાં ટનલ બાંધવામાં આવશે.
2/6

હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, હાઈસ્પીડ ટ્રેન દેશમાં જ તૈયાર કરવામાં આવે તે માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલે અધિકારીઓને સૂચના આપી છે. આગામી દિવસોમાં બુલેટ ટ્રેનનું નિર્માણ ભારતમાં જ શરૂ કરાતા તેનાથી દેશના નાણાં બચવાની સાથે મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. આ બુલેટ ટ્રેન તૈયાર કરવા માટે ગુજરાત પ્રથમ પસંદગી છે.
Published at : 13 Sep 2017 11:23 AM (IST)
View More























