કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસ સત્તામાં છે અને નારાયણસામી મુખ્યમંત્રી છે.
2/7
મિઝોરમમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને લાલ થાનહવલા મુખ્યમંત્રી છે.
3/7
મેઘાલયમાં કોંગ્રેસ સત્તામાં છે અને મુકુલ સંગમા મુખ્યમંત્રી છે.
4/7
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને વીરભદ્રસિંહ મુખ્યમંત્રી છે.
5/7
પંજાબમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી છે અને કેપ્ટન અમરિન્દરસિંહ મુખ્યમંત્રી બનશે.
6/7
કર્ણાટકમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છે અને સિધ્ધરામૈયા મુખ્યમંત્રી છે.
7/7
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો સાથે જ ભાજપ હવે દેશમાં સૌથી વધુ રાજ્યોમાં સત્તા ધરાવતો પક્ષ બની ગયો છે ત્યારે કોંગ્રેસ અત્યાર સુધીમાં સૌથી ખરાબ સ્થિતીમાં આવી ગઈ છે. દેશનાં 29 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ માત્ર 6 રાજ્યોમાં કોંગ્રેસની સત્તા છે. આ પૈકી મોટું કહી શકાય તેવું એક માત્ર રાજ્ય કર્ણાટક છે જ્યારે પંજાબ મધ્યમ કક્ષાનું રાજ્ય છે. ક્યા રાજ્યમાં કોંગ્રેસની સરકારો છે તે પર એક નજર નાંખો.