કેન્દ્ર સરકારે પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યૂટી 2.50 રૂપિયા સુધી ઘટાડી છે અને રાજ્યોને આમાં વેટ ઘટાડવાની અપીલ કરી હતી. જેનો કેજરીવાલ સરકારે ઇનકાર કરી દીધો હતો.
2/5
નવી દિલ્હીઃ દેશના રાજધાની દિલ્હીમાં આજે 400થી વધુ પેટ્રૉલ અને સીએનજી પંપ બંધ રહેશે. પંપના માલિકોએ 24 કલાકની હડતાળ જાહેર કરી છે. હડતાળના કારણે દિલ્હીનું તંત્ર હચમચી ગયુ છે અને રોજબરોજનો વ્યવહાર પણ ઠપ થઇ ગયો છે. આ મુદ્દે કેજરીવાલ સરકાર અને મોદી સરકાર એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે.
3/5
4/5
હડતાળ પર કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, હડતાળ બીજેપીની સમજેલી રણનીતિ છે. પેટ્રૉલ પંપ માલિકોએ અમે ખાનગીમાં જણાવ્યું છે કે આ બીજેપીની ચાલ છે, અને અમારી પાસે જબરદસ્તીથી હડતાળ કરાવી રહી છે.
5/5
દિલ્હી પેટ્રૉલ ડિલર્સ એસોસિએશન (DDPA)એ કહ્યું કે, રાજધાની દિલ્હીમાં લગભગ 400 પેટ્રૉલ પંપ એવા છે જેની સાથે સીએનજી સ્ટેશન પણ જોડાયેલા છે. આ બધા 24 કલાક માટે હડતાળ પર રહેશે. તેમને કહેવું છે કે, કેજરીવાલ સરકારે આ બધાની કિંમતો પર વેટ ઘટાડ્યો નથી એટલે વેચાણમાં કમી આવી છે. પેટ્રૉલ અને ડિઝલની કિંમતો 90 સુધી પહોંચી ગઇ છે.