નવી દિલ્હી: રાજધાની દિલ્હીથી જે કોઈને પણ રસ્તા માર્ગે મુંબઈ જવું હોય તો અંદાજે હાલ 24 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ ટૂંક સમયમાં જ આ મુસાફરી તમે માત્ર 12 કલાકમાં જ પૂરી કરી શકશો. સરકાર સાઈબર સિટી ગુરૂગ્રામથી મુંબઈની વચ્ચે એક્સપ્રેસ-વે બનાવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 60,000 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશે. આ એક્સપ્રેસ-વે દેશના સૌથી પછાત જિલ્લા હરિયાણા અને મેવાત અને ગુજરાતના દાહોદમાંથી પસાર થશે.
ગડકરીએ કહ્યું કે આ સિવાય ગુરૂગ્રામ અને વડોદરાની વચ્ચે હાઈ સ્પીડ રેલવે કોરિડોર પણ બનાવાની પણ તૈયારી છે.
આ ઉપરાંત ગડકરીએ કહ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પ્રસ્તાવિત ચંબલ એક્સપ્રેસ-વેને પણ કનેક્ટિવિટી મળી શકશે. આ સિવાય જયપુર, કોટા, સવાઇ માધોપુર, ઉજ્જૈન, ગોધરા અને અમદાવાદ જેવા ડઝન બંધ શહેરોની કનેક્ટિવિટીને પણ શ્રેષ્ઠ કરશે.
નેશનલ હાઈવે બન્યા બાદ કેટલાંય પછાત વિસ્તારો ગુરૂગ્રામની જેમ ચમકી શકશે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને નાણાંકીય વિકાસથી નોકરીઓની તકો ઉભી થશે. અત્યારે અમે હાલના હાઈવેને પહોળા કરવાની જગ્યાએ નવા રસ્તાનું નિર્માણ કરવામાં લાગ્યા છીએ.
ગડકરીએ કહ્યું હતું કે, આ એક્સપ્રેસ-વેને બનાવા માટે વડોદરાથી સુરતની વચ્ચે કામ માટે ટેન્ડર રજૂ થઈ ચૂક્યું છે. જ્યારે સુરતથી મુંબઈ માટે ટેન્ડર ટૂંક સમયમાં રજૂ થશે. તેમણે કહ્યું હતું કે, આ એક્સપ્રેસ-વે રાજસ્થાન, હરિયાણા, અને મધ્યપ્રદેશના પછાત જિલ્લાઓના વિકાસની દ્રષ્ટિથી બનશે.
આ અંગે ગડકરીએ જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસ-વે માટે ડિસેમ્બર મહિનામાં કામ શરૂ થઈ જશે અને આગામી ત્રણ વર્ષની અંદર આ માર્ગનું કામ પૂરું થઈ જશે. આ એક્સપ્રેસ-વે ગુરૂગ્રામના રાજીવ ચોકથી શરૂ થશે. ગડકરીએ કહ્યું હતું કે, આ સોહના બાઈપાસના હાલના અલાઈનમેન્ટ પર બનશે અને વડોદરા સુધી લઈ જવામાં આવશે.
આ એક્સપ્રેસ-વે બનતા દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર 1450 કિલોમીટરથી ઘટીને 1250 કિલોમીટર થઈ જશે. એટલું જ નહીં 24 કલાકની જગ્યાએ અંદાજે 12 કલાકમાં પહોંચી જવાશે તેવું માનવામાં આવી રહ્યું છે. જ્યારે અત્યારે દિલ્હીથી મુંબઈ રોડ માર્ગે જવામાં ટ્રાફિક સમસ્યા પણ બહુ જ રહે છે જેના કારણે જે તે સ્થળે પહોંચવામાં મોડું થાય છે.
Sambhal: સંભલ એ પૃથ્વીરાજ ચૌહાણની રાજધાની હતી, અહીંથી મળી તોતા-મૈનાની કબર, બાવરીનો કુઓ વગેરે...
GK: હજારો ફૂટ ઉંચે ઉડતી ફ્લાઇટમાં જો મોબાઇલ ફૂટે તો શું થશે ? જવાબ જાણી ચોંકી જશો
શું છે રેલવેની વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના, જાણો કોને મળે છે તેનો ફાયદો?
India Weather: આ શહેરોમાં માઇનસમાં પહોંચી ગ્યો પારો ? જાણો સૌથી ઠંડુ કયુ શહેર બન્યુ
PM Suryoday Yojana Eligibility: આ લોકોને નથી મળતો PM સૂર્યોદય યોજનાનો લાભ, જાણો લાભાર્થી માટેના માપદંડ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી