અહીં બે ચરણમાં આ ચેલેન્જ યોજાશે. પહેલા ચરણમાં પાર્ટીઓને એ સાબિત કરવાનું રહેશે કે ઈવીએમમાં છેડછાડ કરીને ઉમેદવાર અને પાર્ટીને વિશેષ ફાયદો કરાવવામાં આવ્યો છે. તેમને કંટ્રોલ યૂનિટમાં હાલ પરિણામ બદલીને બતાવવું પડશે. તે માટે મશીનોના બટનોનો ઉપયોગ કરી શકશે. સાથે મોબાઈલ અને બ્લૂટૂથ જેવા ડિવાઈસનો ઉપયોગ કરવામાં પણ આઝાદી આપવામાં આવી છે. જ્યારે બીજા ચરણમાં તેમને સાબિત કરવાનું રહેશે કે વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવેલા મશીનો સાથે પહેલાથી છેડછાડ કરવામાં આવી હતી. બન્ને પક્ષો માટે બે અલગ અલગ કાઉંટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
2/5
શનિવારે બન્ને પાર્ટીઓને ચાર-ચાર મશીનો આપવામાં આવશે. સવારે દસ વાગ્યાથી તેમનો સમય શરૂ થશે અને બપોરે બે વાગ્યા સુધીમાં ચાર કલાક દરમિયાન તેમને સાબિત કરવાનું રહેશે કે ઈવીએમની સાથે છેડછાડ કરીને ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકાય છે.
3/5
ચૂંટણી પંચ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ઈવીએમ ચેલેંજ થશે, પરંતુ તેને હૈકોથન કહેવામાં આવશે નહીં, તમને જણાવી દઈએ કે આપે ઈવીએમનું મધરબોર્ડ બદલવાની મંજૂરી માંગી હતી. પરંતુ આયોગે તેને નકારી દીધી હતી. અને કહ્યું કે જો મધરબોર્ડ જ બદલી નાખવામાં આવશે તો અસલી ઈવીએમ કેવી રીતે ગણાશે.
4/5
આ ચેલેન્જ માટે ચૂંટણી પંચે દેશભરમાંથી 14 ઈવીએમ મંગાવ્યા છે. આયોગે તે રાજ્યોના મશીનો મંગાવ્યા છે, જ્યાં હાલમાં ચૂંટણી પુરી થઈ છે. પંજાબના પટિયાલા, બઠિંડા, ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર, ગાજિયાબાદ અને ઉત્તરાખંડના દેહરાદૂનમાં ઉપયોગમાં થયેલ ઈવીએમ મંગાવ્યા છે.
5/5
નવી દિલ્લી: ભારત ચૂંટણી પંચે શનિવારે એટલે કે આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ચેલેન્જ આયોજિત કરી છે. આ ચેલેન્જમાં સાતમાંથી માત્ર રાષ્ટ્રીય પાર્ટીઓ એનસીપી અને માકપા ભાગ લેશે. બીજી બાજુ નૈનીતાલ હાઈકોર્ટે શુક્રવારે કેંદ્રીય ચૂંટણી પંચના ઈવીએમ ચેલેન્જ વિરુદ્ધ અરજીને નકારી દીધી છે. હાઈકોર્ટનું કહેવું છે કે ચૂંટણી પંચને પુરો અધિકાર છે કે તે પોતાની શંકા દૂર કરે.. હાઈકોર્ટના આ નિર્ણયને આયોગની જીતના રૂપમાં જોવામાં આવે છે.