નવી દિલ્લી: રવિવારે અંતે પૂર્વ ક્રિકેટર અને રાજનેતા નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસના ઓફિશીય ટ્વિટર પર આ તસવીર શેર કરીને અહેવાલ આપ્યા હતા. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા સિદ્ધુનું આ બહુ મોટું પગલું છે.
2/3
સિદ્ધુ 2004થી ભાજપ સાથે જોડાયેલા હતા અને ત્રણ વાર અમૃતસર બેઠક પરથી જીત્યા હતા. 2015માં ભાજપનો સાથ છોડી દીધો હતો. તે પછી અફવાઓ હતી કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.
3/3
. થોડા દિવસો પહેલા સિદ્ધુના પત્નીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી લડશે. પણ કોંગ્રેસ કે સિદ્ધુ તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.