નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મોનિકાની હાથ પગ બાંધેલી લાશ મળી હતી. તેની લાશ નગ્ન હાલતમાં હતી. રાજકુમારસિંહે જણાવ્યું કે, મોનિકા પાંચ ઓક્ટોબરના રોજ તેની ફ્લેટમાં સૂઇ રહી હતી ત્યારે હું તેના ફ્લેટમાં ઘૂસ્યો હતો. ત્યારે તેણે મોનિકાના હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં રેપ કરીને તેની હત્યા કરી હતી.
4/6
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસની પૂછપરછમાં રાજકુમારસિંહે જણાવ્યુ હતું કે છ મહિના અગાઉ નોકરી પર આવ્યો હતો પરંતુ અચાનક ગાયબ થઇ ગયો હતો. રવિવારે રાજકુમારસિંહે બેગ્લોરના એક એટીએમમાંથી 50 હજાર રૂપિયા કાઢ્યા હતા. બાદમાં બેગ્લોર પોલીસે એક હોટલમાંથી રાજકુમારસિંહની ધરપકડ કરી હતી.
5/6
પોલીસના કહેવા પ્રમાણે, રાજકુમારસિંહ મોનિકાની હત્યા કર્યા બાદ મોબાઇલ અને એટીએમ કાર્ડ લઇને ફરાર થઇ ગયો હતો. જોકે હત્યાના બે દિવસ બાદ રાજકુમાર સિંહ ફેસબુક સેલ્ફી અપલોડ કરવાને લઇને પોલીસના હાથે ઝડપાયો હતો.
6/6
ગોવાઃ પરફ્યૂમ સ્પેશ્યાલિસ્ટ મોનિકા ઘુરડેની હત્યાનો ખુલાસો થઇ ગયો છે. મોનિકાની હત્યા તેની સોસાયટીના ગાર્ડે રાજકુમારસિંહે જ કરી હોવાનો ખુલાસો થયો છે. તેણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે તે મોનિકાથી બદલો લેવા માંગતો હતો કારણ કે થોડા દિવસ અગાઉ છત્રીની ચોરી કરવા બદલ મોનિકાએ તેને જાહેરમાં ધમકાવી તેનું અપમાન કર્યુ હતું.