પોલીસે હાલ આ યુવતની હત્યા અને બળાત્કારના કેસમાં બે શકમંદોની અટકાયત કરી છે. શ્રદ્ધાનો મેડિકલ રિપોર્ટ પણ આવી ગયો છે. આ રિપોર્ટમાં શ્રદ્ધા પર સોમવારે બળાત્કાર કર્યો હોવાનું અને તે પછી મોડી રાત્રે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જે બે યુવકોની અટકાય કરી છે, તે બંને આ યુવતીના મિત્રો છે.
2/7
તેના પર બળાત્કાર થયા પછી હત્યા કરવામાં આવી હતી અને આ પછી તેનો ચહેરો બાળીને ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ સમયે બે વ્યક્તિ હોવાની આશંકા તેમણે વ્યક્તિ કરી છે. તેમજ તેના ગુપ્તાંગો પર ઇન્જરીના નિશાન પણ મળી આવ્યા છે.
3/7
કૂપર હોસ્પિટલના ફોરેન્સિક ડોક્ટર્સે સ્થાનિક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેના શરીર ઘાના નિશાન મળી આવ્યા છે અને તેના શરીર પર ઉજરડાં પણ જોવા મળ્યા છે. તેના રૂમમાંથી દારૂ કે નશીલા પદાર્થ મળ્યા નથી.
4/7
પોલીસ પૂછપરછ દરમિયાન તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તેમણે રાત્રે એવો કોઈ અવાજ નથી સાંભળ્યો કે જેના કારણે કોઈ પણ પ્રકારની શંકા થાય. પોલીસે જણાવ્યું હતું કે, શ્રદ્ધા પાર્ટીમાંથી રાત્રે 12 વાગ્યે ઘરે પરત ફરી હતી. તેના ઘરે આવ્યાના ત્રણથી ચાર કલાક પછી તેની હત્યા થી હતી.
5/7
મુંબઈ: વિલે પાર્લે ઈસ્ટમાં રહેતી એક 25 વર્ષની લેડી ડોક્ટરની લાશ મંગળવારે સવારે તેના ફ્લેટમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગઈ હતી. મૂળ ગુજરાતી લેડી ડોક્ટર શ્રદ્ધા પંચાલની લાશ નગ્નાવસ્થામાં મળી આવી હતી. જેને કારણે પોલીસને યુવતી સાથે બળાત્કાર થયો હોવાની શંકા ઉપજી હતી. આ શંકાને આધારે તપાસ કરતાં તેની પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું.
6/7
મંગળવારે વહેલી સવારે પડોશીએ આવીને જણાવ્યું કે શ્રદ્ધાના રૂમમાંથી ખૂબ ઘુમાડો નીકળી રહ્યો હોવાનું જણાવતાં તેનો દરવાજો ખખડાવ્યા પછી પણ ન ખૂલતાં પરિવારજનોએ તેને તોડી નાખ્યો હતો. અંદર જઈને જોતાં પલંગ પર શ્રદ્ધાની લાશ સેમી ન્યૂડ હાલતમમાં પડી હતી. તેના શરીર પર દાઝવાના અને વાગ્યાના નિશાન પણ મળી આવ્યા હતાં. એટલું જ નહીં, તેના ગળામાં જીન્સ લપેટાયેલુ હતું.
7/7
વિલે પાર્લે ઇસ્ટના એક ફ્લેટમાં શ્રદ્ધા પંચાલ તેના માતા પિતા સાથે રહેતી હતી. શ્રદ્ધાએ થોડા સમય પહેલા જ ફિઝિયોથેરાપિસ્ટનો કોર્સ પૂરો કર્યો હતો અને તે એક વર્ષથી પ્રેક્ટીસ કરી રહી હતી. શ્રદ્ધા તેનું ક્લિનીક ચલાવતી હતી. અહીં ઘણાં સ્ટ્રગલિંગ એક્ટર્સ અને સ્પોટર્સમેન પણ આવતા હતા. માતા-પિતાના જણાવ્યા પ્રમાણે સોમવારે રાત્રે શ્રદ્ધા એક પાર્ટીમાં જઈને આવી હતી. પાર્ટીમાંથી પરત ફર્યા પછી તે તેની માતાને મળી હતી અને પછી પોતાના રૂમમાં ઉંઘવા જતી રહી હતી.