આ સ્થિતિમાં ઈમરાનના હાથમાં સત્તા આવવાથી પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર મળશે. જેના કારણે આવા તત્વો પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપશે.
2/6
ઈમરાન ખાનને તાલિબાન ખાનથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથોને સમર્થન કરવાના કારણે ઈમરાનને આ નવું નામ મળ્યું છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં કમાન્ડર વલી-ઉર-રહમાનને ઠાર માર્યો હતો. તે સમયે ઈમરાને તેને શાંતિ સમર્થકના ખિતાબથી નવાજ્યો હતો.
3/6
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, તેની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને આ દિશામાં આગળ પગલું ભરશે. જ્યારે કાશ્મીરને લઈ કહેવાયું છે કે આ મામલે પાકિસ્તાન તટસ્થતાથી તેનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સાથે રાખશે. પાકિસ્તાની રાજનીતિમાં ઘણી અંદર સુધી કબજો રાખનારી સેના ક્યારેય ભારત સાથે સારા સંબંધો રાખવામાં માનતી નથી.
4/6
ઈમરાન ખાન પીએમ બન્યા બાદ આગામી સમયમાં સેનાની નીતિમાં કોઈ બદલાવ આવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે. હાલ પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે, ત્યાંનો માહોલ ખરાબ છે. આગાના કહેવા મુજબ, “ભારતનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી વાતચીત નહીં કરે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન ભારત સાથે વાતચીત આગળ વધારવા માંગે છે તો તેણે આતંકને ખતમ કરવો પડશે.”
5/6
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 272 સીટ માટે થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટી મોટા માર્જિનથી આગળ ચાલી રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી જૂથોમાં ‘તાલિબાન ખાન’ના નામથી જાણીતા ઈમરાન ખાનનું પીએમ બનવું ભારત માટે ચિંતાની વાત છે.
6/6
વિદેશી મામલાના જાણકાર કમર આગાનું કહેવું છે કે, જ્યાં સુધી કાશ્મીર અને ભારતનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાનની સેના નીતિ નક્કી કરશે. ઈમરાન ખુદ કહી ચુક્યો છે કે તે સેના સાથે મળીને કામ કરશે. ઈમરાન પાકિસ્તાની સેનાનો પોસ્ટર બોય હોવાનું કહેવાય છે. સેના જેમ કહે તેમ જ તે કરે છે.