નવજોત સિંહ સિદ્ધુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “હું રાજનેતા નહીં, એક દોસ્ત બનીને આવ્યો છું. હું પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને હિંદુસ્તાનથી આવ્યો છું. જેટલો પ્રેમ લઈને આવ્યો હતો, તેનાથી 100 ગણો પ્રેમ લઈને પાછો જઈ રહ્યો છું. મને જે એક દિવસમાં મળ્યું તે આખી જિંદગી નહીં મળતે. જનરલ બાજવાએ મને ગળે લગાવ્યા અને કહ્યું કે અમે શાંતિ ઇચ્છિએ છે.”
2/4
ઈસ્લામાબાદ: ક્રિકેટર માંથી નેતા બનેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા ઈમરાન ખાને શનિવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમા મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સામેલ થયા હતા, પરંતુ સમારોહમાં તેમના પીઓકેના રાષ્ટ્રપતિ સાથે બેસવા અને પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળવાને લઈને વિવાદ ઉભો થયો છે. તેની વચ્ચે સિદ્ધુને નિવેદન આપ્યું છે.
3/4
ભાજપ સાંસદ જગદંબિકા પાલે સિદ્ધુને લઈને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સિદ્ધુ અને કૉંગ્રેસે દેશ પાસે માંફી માંગવી જોઈએ. કૉંગ્રેસે આ પણ જણાવવું જોઈએ કે સિદ્ધુએ પાકિસ્તાન જવા માટે પાર્ટીની મંજૂરી લીધી હતી કે નહીં?
4/4
” સિદ્ધુએ કહ્યું કે, ‘આ મારું કર્તવ્ય છે કે પાછો જઈને હું સરકારને શાંતિ માટે એક ડગલું આગળ વધારવા કહું. જો અમે એક પગલું ભરશું તો તેઓ બે પગલા આગળ વધારશે.’