મુંબઇઃ મુંબઇની પાસે ઉરણમાં સ્કૂલના બાળકોએ હથિયારોથી લેસ ચાર આતંકીઓને જોયા હોવાનો દાવો કર્યો હતો. બાદમાં તેમણે આ અંગે પોલીસને જાણકારી આપી છે. બાળકોએ કાળા કપડા પહેરેલા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઉરણ નેવી બેઝની પાસે જોયા હતા ત્યારબાદ પોલીસને આ અંગેની સૂચના આપી હતી. આ ઘટના બાદ નેવીએ એલર્ટ જાહેર કર્યું છે.
2/3
બાળકોએ પોલીસને જણાવ્યુ હતું કે, શંકાસ્પદ વ્યક્તિઓએ પોતાનો ચહેરો પણ નકાબથી ઢાંક્યો હતો. ઉરણ મુંબઇથી 50 કિલોમીટર દૂર છે.
3/3
આ એલર્ટ બાદ મુંબઇના દરિયાના કિનારાના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ અને અન્ય સિક્યોરિટી એજન્સીઓને પણ હાઇ એલર્ટ અપાયું છે.