નવી દિલ્હી: જોખમી ‘કિકી ચેલેન્જ’ હવે કારમાંથી ટ્રેન સુધી પહોંચી ગઈ છે. મુંબઈના 3 યુવકોને ટ્રેનમાં ‘કિકી ડાન્સ’ કરવાની સજા ફટકારવામાં આવી છે. તેમને ત્રણ દિવસ સુધી સ્ટેશનની સફાઈ કરવાની રહેશે. આ દરમિયાન જેની સાથે પણ મુલાકાત થાય તેને કહેવાનું રહેશે કે ‘કિકી ચેલેન્જ’ લેશો નહીં તે જોખમી છે. આવી અનોખી સજા મુંબઈની રેલવે કોર્ટે સંભળાવી છે.
2/6
‘કિકી ચેલેન્જ’ને લઈ સૌથી પહેલાં મહારાષ્ટ્રે જ ગાઈડ લાઈન જાહેર કરી હતી. હવે ત્યાં જ પહેલી વખત કોઈને કિકી ડાન્સ કરવાની સજા પણ અપાઈ છે. મુંબઈ રેલવેના વરિષ્ઠ અધિકારી અનુપ શુક્લાએ કહ્યું કે, અમે યુવાનોને કિકી ન કરવાની સલાહ આપી રહ્યા છીએ. જે કરી રહ્યા છે તેમને પકડવામાં આવી રહ્યા છે.
3/6
વાસ્તવમાં જુલાઇથી જ ‘કિકી ચેલેન્જ’ બહુ હિટ થઈ રહી હતી. કેનેડાના કલાકાર ડ્રેકની જેમ લોકોએ ચાલુ કારમાંથી ઉતરી ડાન્સ કરવાનો અને પાછા ચાલુ કારમાં જ કારમાં બેસવાની આ ચેલેન્જ શરૂ કરી હતી.
4/6
આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી હોય છે. હવે તમે સજા તરીકે લોકોમાં જાગૃતતા વધારવાનું કામ કરશો. ત્રણ દિવસ સુધી સ્ટેશનની સફાઈની સાથે લોકોને એ પણ કહેશો કે જે તમે કર્યું તે જોખમી હતું અને તમે પોતાની સાથે અન્યો માટે પણ જોખમ ઊભું કર્યું. યુવકોને સવારે 11થી 2 વાગ્યા સુધી સફાઈ કરવાની રહેશે. ત્યાર બાદ એક કલાકનો બ્રેક લઈ બપોરે 3થી 5 વાગ્યા સુધી ફરી સફાઈ કરવાની રહેશે.
5/6
યુવકોએ ફૂંચુ એન્ટરટેઈન્મેન્ટ નામે યુ-ટ્યૂબ પર એક ચેનલ બનાવી અને તેના પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોને 15 લાખથી વધુ લોકોએ જોયો હતો. તેમાં મુંબઈ પોલીસનો પણ સમાવેશ થાય છે. પોલીસે વીડિયો અને સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે યુવકોની ધરપકડ કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તમે ત્રણેય યુવાન છો, પરંતુ તમે કામ ખોટું કર્યું છે.
6/6
વાસ્તવમાં અહીંના ત્રણ યુવકો નિશાંત શાહ, ધ્રુવ શાહ અને શિયામ શર્માએ થોડા દિવસો પહેલાં વિરારની લોકલ ટ્રેનમાં ‘કિકી ચેલેન્જ’ કરી હતી. એટલે કે ચાલુ ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ પર ડાન્સ કર્યો અને ટ્રેન સ્પીડ પકડે તે પહેલાં પાછા તેમાં ચઢી જતાં હતા. બે યુવકો ચેલેન્જ લઈ રહ્યા હતા અને ત્રીજો વીડિયો બનાવી રહ્યો હતો.