ભારતમાં સૌથી પહેલું સી પ્લેન જલ હંસ અંદમાન-નિકોબાર આયલેન્ડ વચ્ચે શરૂ થયું હતું. 2010માં પ્રફુલ પટેલ નાગરિય ઉડ્ડયન મંત્રી હતા ત્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.
2/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીથી મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં સફર કરી. વડાપ્રધાન મોદીએ ભારતમાં કોઈ સી પ્લેનમાં સફર કરી હોય તેવો આ પ્રથમ મોકો છે. ભારત સરકાર નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોને જોડવા માટે સી પ્લેનનો વિકલ્પ લાવી રહી છે. સી પ્લેનની ખાસ વિશેષતા એ છે કે બે ફૂટ પાણીમાં પણ લેન્ડ કરી શકે છે. ઉપરાંત તેને ખેતર અને રોડમાં પણ સરળતાથી ઉતારી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક સી પ્લેનની કિંમત આશરે 25 કરોડ રૂપિયા છે.
3/6
હાલ માલદીવ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશે તેમને ત્યાં આવતા ટૂરિસ્ટને સી પ્લેન દ્વારા ટ્રાવેલ કરવાની સુવિધા આપી રહ્યા છે.
4/6
સરકાર ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં 32 સ્થાન પર સી પ્લેન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જ્યારે બીજા તબક્કામાં 80 સ્થળોને આ યોજનામાં ઉમેરવામાં આવશે.
5/6
Quest kodiak 100 મોડલનું સી પ્લેન 300 મીટરના રન વે પરથી ટેક ઓફ કરી શકે છે. તેનું વજન 700 કિલો છે, જ્યારે તેનીક્ષમતા 1100 કિલો છે.
6/6
સ્પાઇસ જેટ જાપાનની સેતોચી હોલ્ડિંગ્સ સાથે મળીને 10 અને 12 સીટોના પાણી અને જમીન પર ઉતરી શકે તેવા પ્લેનનું ટ્રાયલ લઇ રહી છે. તાજેતરમાં જ મુંબઇની ગિરગાંવ ચોપાટી પર સી પ્લેનનું ટ્રાયલ લેવાયું હતું. સ્પાઇસ જેટ જાપાન પાસેથી 100 સી પ્લેન ખરીદશે.