શોધખોળ કરો
મહારાષ્ટ્ર: પેટા ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થનની કરી જાહેરાત
1/4

મુંબઈ: પાલઘર લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતાર્યા બાદ બાદ શિવસેનાએ સાંગલી જિલ્લાની પાલૂસ-કાડેગાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પાલૂસ-કડેગાવ બેઠક પર યોજનારી પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમને સમર્થન આપતા આ બેઠક પર પોતાનો ઉમેદવાર નહી ઉતારવાનું જણાવ્યું છે.
2/4

પતરંગરાવ કદમના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. પાલૂસ કડેગાંવ વિધાનસભા બેઠક પર 28 મેના રોજ પેટાચૂંટણી યોજાશે. શિવસેના ઘણા સમય પહેલા જ ભાજપથી અલગ થવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો કે મહારાષ્ટ્રમાં હજી પણ શેવસેના ભાજપની સાથે સરકારમાં છે.
Published at : 11 May 2018 11:48 AM (IST)
View More





















