નવી દિલ્લી: સીબીઆઈના વિશેષ જજ લોયાના મોત મામલે એસઆઈટી તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચે કહ્યું કે આ ગંભીર મુદ્દેો છે. અદાલત તમામ દસ્તાવેજો જોશે. તમામ પક્ષકારોને સિલબંધ કવરમાં દસ્તાવેજો સોંપવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસ સંબંધિત બોમ્બે હાઈકોર્ટના બંને કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવશે. જસ્ટિસ લોયાના મોત સંબંધિત તમામ કેસોની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. આ કેસની આગામી સુનાવણી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે.
2/4
3/4
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજોની પત્રકાર પરિષદ બાદ જજ લોયાની મોતનો મામલો ચર્ચામાં છે. આ ઘટનાક્રમ બાદ પ્રથમ સુનાવણી કરી રહેલી બેંચના એક જસિટસ અરૂણ મિશ્રાએ પોતાને આ સુનાવણીથી અલગ કરી લીધા હતા, ત્યારબાદ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચમાં સુનાવણી થઈ.
4/4
આજની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે મીડિયા રિપોર્ટ્સના આધાર પર જજ લોયાના મોતની પુરી સાવધાની અને વિવેકપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને કોઈ કાવતરૂ નથી કરવામાં આવ્યું. ત્રણ જજોની બેંચની સામે પણ જજ લોયાના મોતનું કારણ હાર્ટ એટેક નોંધવામાં આવ્યું છે. પાછળની સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારે આ મામલે તથ્ય સીલબંધ કવરમાં કોર્ટમાં જમા કરાવ્યા હતા.