નવી દિલ્લીઃ રાજધાની, શતાબ્દી અને દુરંતોની સફર શુક્રવારથી મોંઘી થઇ ગઇ છે. હવાઇ સેવાની જેમ રેલવે પણ હવે ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગૂ કરી રહ્યુ છે. જેમાં બેઝિક ફેર દોઢ ગણુ વધી જશે. ફ્લેક્સી ફેર સિસ્ટમની અસર કુલ 189 ટ્રેનોના ભાડા પર થશે. રેલવેની આ યોજના તેની આવકમાં દરરોજ લગભગ 30 કરોડ રૂપિયાનો વધારાનો ફાયદો કરાવશે.
2/3
આ પ્રકારના નિયમોથી એરલાઇન્સ અને ટ્રેન વચ્ચે કોમ્પિટિશન વધશે. 90 ટકા બર્થ માટે વધારે ભાડા માટે અંતિમ સમયે બર્થ ખાલી રહી જાય તો ટિકિટો મોંઘી વેચાશે. એરલાઇન્સની તુલનામાં ફ્લેક્સી ફેર સિસ્ટમમાં પારદર્શીતા રહેશે નહીં. મુસાફરી દરમિયાન આઇડી ચેકિંગ માટે કડક પગલા લેવાતા નથી. નકલી આઇડી બનાવીને ટિકિટો અગાઉથી જ ખરીદી લેવામાં આવે છે
3/3
સરેરાશ રેલવે એક દુરંતો ટ્રેનથી દરરોજ 11 લાખ, રાજધાનીથી 24 લાખ અને શતાબ્દી એક્સપ્રેસથી 16 લાખથી વધુની કમાણી કરે છે. મંત્રાલયના કહેવા પ્રમાણે, દેશના 98 રુટો પર 80 દુરંતો, 55 રાજધાની અને 54 શતાબ્દી એક્સપ્રેસ દોડે છે. એવામાં પ્રતિ દિવસ 189 ટ્રેનોની 1.77 લાખ બેઠકોમાં ભાડુ વધતા રેલવે 30 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે.