1996માં કરુણાનિધિએ જયલલિતાના નિવાસ પર દરોડો પડાવ્યો. દરોડામાં 30 કિલો સોનું, 800 કિલો ચાંદી અને હીરાજડીત ઘરેણાં મળ્યા. 12 હજાર સાડીઓ, 750 જોડી સેન્ડલ, 19 કાર, 38 એસી અને 91 લક્ઝરી ઘડિયાળો પણ મળી. કોર્ટે ચાર વર્ષની સજા અને 100 કરોડ દંડની સજા સંભળાવી. મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું હતું. પાછળથી તેમને ક્લિનચીટ મળી ગઈ.
2/8
સૌથી મોંઘાં લગ્નનો રેકોર્ડ : 1995માં જયલલિતાના દત્તક પુત્રના લગ્નમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો. ચેન્નઈમાં 50 એકરના ગ્રાઉન્ડમાં આયોજિત આ લગ્નમાં 1.5 લાખ મહેમાન બોલાવાયા હતા. આ લગ્ન સૌથી મોંઘા લગ્ન તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં નોંધાયા છે.
કોલસા કૌભાંડ : 1997માં જયલલિતા પર વીજળી બોર્ડ માટે રૂ. 7 અબજના કોલસાની આયાતમાં અનિયમિતતાનો આરોપ લાગ્યો.
5/8
હત્યાનો કેસ : રાજશેખરને 1998માં હત્યાના પ્રયાસનો કેસ નોંધાવ્યો. આરોપ હતો કે જયલલિતાએ તેને જૂતાં અને દંડાથી મરાવ્યો હતો.
6/8
કલર ટીવી કૌભાંડ : 1996માં જયલલિતા પર ગામો માટે ટીવી ખરીદવામાં કૌભાંડનો આરોપ લાગ્યો. આરોપ છે કે ટીવી મોંઘા ખરીદવામાં આવ્યા, જેનું કમિશન અધિકારીઓને મળ્યું.
7/8
શશિકલા, જયલલિતાની બે દાયકા સુધી પડછાયાની જેમ રહી પરંતુ 2011માં આરોપ મૂક્યો કે શશિકલાએ પતિ નટરાજનને સીએમ બનાવવા માટે જયલલિતાને ધીમું ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ જયલલિતાએ શશિકલાને તેમના ઘર અને પક્ષમાંથી કાઢી મૂક્યાં. આ તિરાડ 100 દિવસ ચાલી. શશિકલાએ માફી માગતા જયલલિતાએ તેને ફરીથી સખી તરીકે અપનાવી લીધી.
8/8
ચેન્નઇ: તમિલનાડુના સીએમ જયલલિતાનું 68 વર્ષે નિધન થયું છે. સોમવારે સતત અફવાઓ અને અટકળોના દોર પછી રાત્રે 12.15 કલાકે તેમના નિધનની જાહેરાત કરાઈ હતી. પન્નીર સેલવમ તામિલનાડુના નવા મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલે રાત્રે 1.25 કલાકે શપથ લેવડાવ્યા હતા. અમ્માના સમર્થકો અને નેતાઓ તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે જયલલિતાના પાર્થિવ દેહને હાલ ચેન્નાઈના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે જયલલિતા અનેક કન્ટ્રોવર્સી જોડાયેલી છે. આવો જાણીએ જયલલિતા સાથે જોડાયેલી કન્ટ્રોવર્સીને.