શોધખોળ કરો

સાવધાન! કલાકો સુધી AC માં બેસવાની આદત શરીરને કરે છે ખોખલું; ડોક્ટરોએ આપી મોટી ચેતવણી

air conditioner side effects health: સતત એર કંડિશનરમાં રહેવાથી શરીરની કુદરતી સિસ્ટમ નબળી પડે છે અને ડિહાઇડ્રેશન સહિતની અનેક બીમારીઓનો ખતરો વધે છે.

air conditioner side effects health: આજકાલ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કલાકો સુધી AC (એર કંડિશનર) માં બેસી રહે છે. બહારનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું હોવાથી ઘરમાં, ઓફિસમાં કે કારમાં AC વગર રહેવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે AC નો આ વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ધીમે ધીમે જીવલેણ સાબિત થઈ રહ્યો છે? ડોક્ટરો અને સંશોધકોના જણાવ્યા મુજબ, સતત ઠંડકમાં રહેવાથી માણસની ગરમી સહન કરવાની કુદરતી ક્ષમતા ખતમ થઈ રહી છે. એટલું જ નહીં, આ આદત શરીરને ડિહાઇડ્રેટ કરવાની સાથે ત્વચા અને શ્વસનતંત્રને લગતી અનેક ગંભીર બીમારીઓને નોતરો આપી રહી છે.

આપણા શરીર પર AC ની કેવી રીતે પડે છે નકારાત્મક અસર?

વેબએમડી (WebMD) ના હેલ્થ એક્સપર્ટ્સ સમજાવે છે કે, આપણા શરીરમાં આસપાસના વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની (એડજસ્ટ થવાની) એક કુદરતી ક્ષમતા હોય છે. જ્યારે આપણે ગરમીમાં રહીએ છીએ, ત્યારે આપણું શરીર પરસેવો પાડીને પોતાની જાતને આપમેળે ઠંડુ રાખવાનું શીખી લે છે. પરંતુ, જો તમે તમારો મોટાભાગનો સમય AC વાળા વાતાવરણમાં જ વિતાવો છો, તો શરીરની આ 'નેચરલ કૂલિંગ સિસ્ટમ' સાવ નબળી પડી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં આને 'અનુકૂલનશીલ આરામ મોડેલ' કહેવાય છે. એટલે કે, શરીર જે તાપમાનમાં સૌથી વધુ સમય રહે છે, તેનાથી જ ટેવાઈ જાય છે.

થોડીક ગરમી પણ લાગે છે અસહ્ય

સતત AC માં રહેવાની આદતને કારણે જ આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો થોડીક વાર માટે લાઈટ જાય તો પણ બેચેન થઈ જાય છે. લોકોના શરીરે ધીમે ધીમે કુદરતી રીતે ગરમી સહન કરવાની ક્ષમતા જ ગુમાવી દીધી છે. હવે સામાન્ય ગરમીમાં પણ તેમને અકળામણ અને ગભરામણ થવા લાગે છે.

આ પણ વાંચોઃ ગરમીમાં એસી જ નહીં, ફ્રિજનું કોમ્પ્રેસર પણ ફાટી શકે છે, ભૂલથી પણ ન કરો આ ભૂલ

AC ના વધુ પડતા ઉપયોગથી થતા ગંભીર નુકસાન

ડોક્ટરોના મતે, માત્ર ગરમી સહન કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ AC ના કારણે સ્વાસ્થ્યને લગતા અન્ય ઘણા પ્રશ્નો પણ ઊભા થાય છે:

ડિહાઇડ્રેશન અને શુષ્કતા: AC રૂમમાં રહેલો ભેજ ખેંચી લે છે. જેના કારણે ત્વચા અને શરીર અંદરથી સુકાવા લાગે છે. લાંબો સમય AC માં રહેનારા લોકોને ડ્રાય સ્કીન, ખંજવાળ, આંખોમાં બળતરા, આંખોમાં ઝાંખપ અને ગળું સુકાવા જેવી સમસ્યાઓ વધુ થાય છે.

સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ (Sick Building Syndrome): જો બંધ રૂમમાં AC ની યોગ્ય સફાઈ કે જાળવણી ન થતી હોય, તો તેમાંથી આવતી હવા તમને બીમાર કરી શકે છે. આનાથી માથાનો દુખાવો, ચક્કર આવવા, થાક લાગવો, સૂકી ઉધરસ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

શ્વસનની સમસ્યાઓ: સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે ઓફિસોમાં કુદરતી હવાની અવરજવર (વેન્ટિલેશન) નથી હોતી અને માત્ર AC નો જ ઉપયોગ થાય છે, ત્યાં કામ કરતા લોકોને શ્વાસને લગતી બીમારીઓ થવાનું જોખમ સૌથી વધુ રહે છે.

આ માહિતી સામાન્ય સંશોધનો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. કોઈપણ નવી પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા જણાય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.

આ પણ વાંચોઃ AC બ્લાસ્ટથી વ્યક્તિનું મોત, ઉનાળામાં એસી ચલાવતા પહેલાં જાણો બ્લાસ્ટ કેમ થાય છે?

ટોપ સ્ટોરી

Drinking Water: દરેક સીલ બંધ બોટલ ‘મિનરલ વોટર’ નથી હોતી, જાણો ખરીદી ટિપ્સ
Drinking Water: દરેક સીલ બંધ બોટલ ‘મિનરલ વોટર’ નથી હોતી, જાણો ખરીદી ટિપ્સ
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
કોરોનાના નવા વેરિએન્ટ PJ.2.1નો હાહાકાર, દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી
PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
Embed widget