શોધખોળ કરો

Suji Dhokla Recipe: નાસ્તા માટે બનાવો, સ્વાદિષ્ટ સોજીના સોફ્ટ ઢોકળા, જાણો રેસિપી

Suji Dhokla Recipe:સોજીના ઢોકળા બનાવવું ખૂબ જ સરળ છે અને આ રેસીપી મિનિટોમાં તૈયાર છે. ઢોકળા બાળકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે તેને બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી  શકો છો. ચાલો જાણીએ સોજીના ઢોકળા બનાવવાની રીત.

Suji Dhokla Recipe:ઢોકળાનું નામ સાંભળતા મોંમાં પાણી આવી જાય છે.  આમ પણ  ઢોકળાનો સ્વાદ એવો હોય છે કે બધાને ભાવે છે. સામાન્ય રીતે ઢોકળા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, પરંતુ સોજીના ઢોકળા પણ ખૂબ  સ્વાદિષ્ટ બને  છે. સ્વાદિષ્ટ સોજીના ઢોકળા પાચનની દ્રષ્ટિએ પણ ખૂબ જ હળવા હોય છે. ગુજરાતી સ્ટાઈલમાં બનાવેલા સોજીના ઢોકળા જે પણ ખાય છે તે તેના સ્વાદના ચાહક બની જાય છે. સોજીના ઢોકળાને દિવસ દરમિયાન નાસ્તા તરીકે અથવા નાસ્તામાં પણ ખાઈ શકાય છે. જો તમને ગુજરાતી ફૂડ પસંદ હોય તો તમે આ વખતે સોજીના ઢોકળાની આ રેસિપી ટ્રાય કરી શકો છો.

સોજીના ઢોકળા બનાવવું ખૂબ જ સરળ છે અને આ રેસીપી મિનિટોમાં તૈયાર છે. ઢોકળા બાળકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે તેને બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી  શકો છો. ચાલો જાણીએ સોજીના ઢોકળા બનાવવાની રીત.

સોજીના ઢોકળા બનાવવાની રીત

સોજીના ઢોકળા બનાવવા માટેની સામગ્રી

સોજી - 1 કપ

દહીં (ખાટા) - 1 કપ

ખાવાનો સોડા - 1 ચમચી

જરૂરિયાત મુજબ તેલ

પાણી - એક ત્રીજો કપ

મીઠું - સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

સરસવ - 1/2 ચમચી

તલ - 1/2 ચમચી

જીરું - 1/2 ચમચી

સમારેલા લીલા મરચા - 1

મીઠા લીમડાના પાન  – 8-10

લીલા ધાણા સમારેલી - 1 ચમચી

તેલ - 1 ચમચી

સ્ટેપ 1

સોજીના ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ સોજીને એક બાઉલમાં નાખો. તેમાં એક કપ દહીં અને ત્રીજા ભાગનું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર હલાવવું.મિશ્રણને એટલું હલાવવું જોઈએ કે દ્રાવણમાં કોઈ ગઠ્ઠા ન રહે.

સ્ટેપ 2

આ તૈયાર કરેલા મિશ્રણને  ઢાંકીને 20 મિનિટ માટે બાજુ પર રાખો, જેથી તે સારી રીતે સેટ થઈ જાય.

સ્ટેપ 3

20 મિનિટ બાદ તેમાં ખાવાનો સોડા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 3

ત્યાર બાદ એક એક પ્લેટ લો અને તેના તળિયે તેલ લગાવીને ગ્રીસ કરો. તૈયાર કરેલા ખીરાને  પ્લેટની અડધા ઇંચની ઊંચાઈ સુધી રેડો.  તેને પર કોથમીર, લીલા મરચા ભભરાવો

સ્ટેપ 4

હવે ઢોકળા બનાવવા માટે  એક તપેલામાં  1-2 ગ્લાસ પાણી ઉમેરો  આ પછી તેના પર ખીરાના પ્લેટ એ રીતે ગોઠવો કે પાણીની વરાળથી ઢોકળા તૈયાર થાય.

સ્ટેપ 5  

ઢોકળા 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે. 10 મિનિટ પછી ઢોકળામાં છરી નાખીને ચેક કરો. જો છરી ચોંટતી ન હોય તો ઢોકળાને વધુ 5 મિનિટ પકવવા દો.. આ પછી ગેસ બંધ કરી દો અને ચપેલી પરથી ઢોકળાની  થાળી કાઢી લો. ઢોકળા ઠંડા થાય પછી તેના ચોરસ ટુકડા કરી લો. આ પછી વધારની પ્રક્રિયા શરૂ કરો.

સ્ટેપ 6

એક નાની કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવ અને જીરું ઉમેરો,  બાદ રાય ( સરસવના દાણા ) ઉમેરો.  ફૂટવા લાગે ત્યારે તેમાં તલ, લીલાં મરચાં અને લીમડાના પાન  ઉમેરીને થોડી સેકંડ માટે શેકો અને પછી ગેસ બંધ કરી દો. હવે તૈયાર કરેલા તડકાને સમારેલા રવા ઢોકળા પર રેડો અને પછી લીલા ધાણાથી ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ સોજી ઢોકળા. તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget