શોધખોળ કરો

પાર્ટીઓમાં છોકરીઓને છોકરાઓ કરતા જલ્દી નશો કેમ ચડે છે? જાણો તેની પાછળનું સાચું વિજ્ઞાન

why women get drunk faster: શું તમને ખબર છે કે સમાન માત્રામાં દારૂ પીવા છતાં સ્ત્રીઓને પુરુષો કરતા જલ્દી નશો કેમ ચડે છે? આની પાછળ કોઈ સહનશક્તિ નહીં, પણ શરીરની રચના અને વિજ્ઞાન જવાબદાર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શરીરમાં પાણી ઓછું, ચરબી વધુ હોવાથી દારૂ જલ્દી અસર કરે.
  • ADH એન્ઝાઇમની ઉણપને કારણે સ્ત્રીઓ દારૂ ધીમે પચાવે.
  • પુરુષો કરતાં શરીરનું વજન અને કદ ઓછું હોવાથી ઝડપી અસર.
  • ચેતાતંત્ર દારૂ પ્રત્યે ઝડપથી પ્રતિક્રિયા આપે છે.

why women get drunk faster: આજકાલ પાર્ટીઓ અને સોશિયલ મેળાવડાઓમાં ફક્ત પુરુષો જ નહીં, પણ સ્ત્રીઓ પણ દારૂ પીતી જોવા મળે છે. લાઇફસ્ટાઇલ અને કલ્ચર બદલાતા આ એક સામાન્ય બાબત બની ગઈ છે. પણ તમે ક્યારેય એવું માર્ક કર્યું છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓને ખૂબ જલ્દી નશો ચડી જાય છે? ઘણા લોકો એવું માને છે કે છોકરીઓની સહનશક્તિ ઓછી હોય છે અથવા તેમને પીવાની આદત નથી હોતી, પણ હકીકત કંઈક અલગ જ છે. એક સરખો દારૂ પીવા છતાં છોકરીઓ જલ્દી નશામાં ધૂત થઈ જાય છે, તેની પાછળનું સાચું કારણ વિજ્ઞાન અને તેમના શરીરની રચના છે. ચાલો સાવ સરળ ભાષામાં સમજીએ કે આખરે આવું કેમ થાય છે.

શરીરની રચનામાં છે મોટો તફાવત

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સ્ત્રીઓ અને પુરુષોના શરીરનું બંધારણ સાવ અલગ હોય છે. પુરુષોના શરીરમાં સ્નાયુઓ (મસલ્સ) અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે સ્ત્રીઓના શરીરમાં ચરબી (ફેટ) વધુ હોય છે અને પાણીનું પ્રમાણ ઓછું હોય છે. હવે, દારૂનો સ્વભાવ એવો છે કે તે પાણીમાં ભળે છે. સ્ત્રીઓના શરીરમાં પાણી ઓછું હોવાથી દારૂ બરાબર ભળી શકતો નથી અને તેની સાંદ્રતા વધી જાય છે. આ સીધી રીતે લોહીમાં ભળવા લાગે છે. આ જ કારણ છે કે થોડોક દારૂ પીધા પછી પણ સ્ત્રીઓને જલ્દી નશો ચડવા લાગે છે.

ADH એન્ઝાઇમની ઉણપ પણ છે જવાબદાર

આપણા શરીરમાં દારૂને પચાવવાનું કે તોડવાનું કામ 'આલ્કોહોલ ડિહાઇડ્રોજેનેઝ' (ADH) નામનું એન્ઝાઇમ (ઉત્સેચક) કરે છે. આ એન્ઝાઇમ પેટ અને લિવરમાં હોય છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ એન્ઝાઇમ ઓછું સક્રિય હોય છે. એટલે કે, સ્ત્રીઓનું શરીર દારૂને એટલી ઝડપથી તોડી કે પચાવી શકતું નથી. પરિણામે, મોટાભાગનો દારૂ સીધો લોહીમાં ભળી જાય છે, જેનાથી લોહીમાં આલ્કોહોલનું લેવલ અચાનક વધી જાય છે અને નશો જલ્દી ચડે છે.

ઓછું વજન અને શરીરનું કદ

નિષ્ણાતો કહે છે કે નશો ચડવા પાછળ શરીરનું વજન અને કદ પણ મોટો ભાગ ભજવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓનું વજન અને શરીરનું કદ પુરુષો કરતા ઓછું અને હળવું હોય છે. જ્યારે બે અલગ-અલગ પ્રકારના અને વજન ધરાવતા લોકો એકસરખો દારૂ પીએ, ત્યારે નાના શરીર પર તેની અસર વધુ અને જલ્દી થાય છે. સ્ત્રીઓનું શરીર દારૂને પુરુષો જેટલી જલ્દી ડાઇલ્યુટ (હળવો) કરી શકતું નથી.

આ પણ વાંચોઃ લીંબુ ચાટવાથી નશો ઉતરે છે? જાણો હેંગઓવર અને આલ્કોહોલ પાછળનું અસલી વિજ્ઞાન

મગજ પર પણ થાય છે ઝડપી અસર

દારૂની અસર માત્ર લોહી પૂરતી સીમિત નથી રહેતી, તે સીધી મગજ પર એટેક કરે છે. રિસર્ચ જણાવે છે કે સ્ત્રીઓની ન્યુરોલોજીકલ સિસ્ટમ (ચેતાતંત્ર) દારૂ પ્રત્યે ખૂબ જ ઝડપથી રિએક્ટ કરે છે. લોહી દ્વારા દારૂ મગજમાં પહોંચતાની સાથે જ તેની અસર સ્ત્રીઓમાં જલ્દી દેખાવા લાગે છે, અને એટલે જ તેઓ પુરુષો કરતા ખૂબ જલ્દી નશાની હાલતમાં આવી જાય છે અથવા આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે.

આ પણ વાંચોઃ કયા લોકોને દારૂનો નશો નથી ચડતો?

Frequently Asked Questions

સ્ત્રીઓ પુરુષો કરતાં જલ્દી નશામાં કેમ આવી જાય છે?

સ્ત્રીઓના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે દારૂની સાંદ્રતા વધી જાય છે અને લોહીમાં ભળી જાય છે, જેથી જલ્દી નશો ચડે છે.

શું ADH એન્ઝાઇમની ઉણપ સ્ત્રીઓમાં જલ્દી નશો ચડવાનું કારણ છે?

હા, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં ADH એન્ઝાઇમ ઓછું સક્રિય હોય છે, જેનાથી દારૂ પચવાની ગતિ ધીમી પડે છે અને લોહીમાં આલ્કોહોલનું લેવલ વધી જાય છે.

શરીરનું વજન અને કદ સ્ત્રીઓમાં જલ્દી નશો ચડવા પર કેવી રીતે અસર કરે છે?

સામાન્ય રીતે સ્ત્રીઓનું વજન અને કદ પુરુષો કરતાં ઓછું હોવાથી, સમાન માત્રાનો દારૂ નાના શરીર પર વધુ અસર કરે છે અને જલ્દી નશો ચડાવે છે.

દારૂની અસર સ્ત્રીઓના મગજ પર ઝડપથી કેમ થાય છે?

સ્ત્રીઓની ચેતાતંત્ર દારૂ પ્રત્યે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. લોહી દ્વારા મગજમાં પહોંચતા દારૂની અસર તરત જ દેખાવા લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Embed widget