Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
Ahmedabad News: ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને ચાલતા હોસ્પિટલ, સિનેમા સહિતની ઇમારતોની તપાસ કરતા મનપાએ સઘન કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આવી 8 ઇમારત સીલ કરાઇ છે.

Ahmedabad News: અમદાવાદ મહાનગરવાલિકાની સિલિંગ ઝુંબેશ યથાવત છે. મનપાએ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ કરી છે. જાણીએ વધુ અપડેટસ
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર ફાયર સેફ્ટીને લઈને વધુ કડક પગલાં લઇ રહી છે. ત્યારે હાલ અમદાવાદ મહાનગર ૃપાલિકાએ પણ બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી વિનાની ઇમારતોને નોટીસ આપીને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. AMC પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 103 હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 13 હોસ્પિટલોમાં માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી હતી. . શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ અને હાથીજણમાં આવેલા કુલ ત્રણ મલ્ટિપ્લેક્સ તેમજ વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટીને લઈને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને ચાલતા અને લોકોથી ધમધમતા સ્થળોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ 8 મિલકતો સીલ
એસ.કે. સિનેમા- હાથીજણ
આશાદીપ હોસ્પિટલ- રામોલ-હાથીજણ
મિરાજ સિનેમા- હાથીજણ
ઘનશ્યામ હોસ્પિટલ
સિને પ્રાઈમ સિનેમા- નિકોલ
પ્રાચીન આયુર્વેદીક હોસ્પિટલ- વસ્ત્રાલ
જનમ ગાયનેક હોસ્પિટલ (જૂનુ નામ પલ્સ હોસ્પિટલ)- વસ્ત્રાલ
ધ્વનિ હોસ્પિટલ- ઓઢવ
કરમસદ આણંદ મનપાની સિલિંગ ઝુંબેશ
તો બીજી તરફ કરમસદ આણંદ મનપાએ વેરો બાકીએ હોય તેવી મિલકતને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરી છે. મનપાવિસ્તારમાં આવેલ બાકરોલ સ્ક્વેર માં રૂ. 60 હજાર નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે 07 જેટલી દુકાન તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.મનપા ના વિવિધ વિસ્તારો માંથી અન્ય મિલકતો ધારક પાસેથી બાકી પડતો રૂ.2.75 લાખ જેટલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.મનપા દ્વારા નગરજનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાની મિલકતનો બાકી વેરો તાત્કાલિક જમા કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.પોતાની મિલકતનો બાકી રહેલ વેરો નિયમિત ન ભરતા લોકો સામે કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપાની રિકવરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.





















