અમદાવાદઃ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની વાયરલ તસવીરને લઇને મોટો વિવાદ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારના વાયરલ ફોટા અને વીડિયોને લઈ મોટો વિવાદ થયો છે. મળતી જાણકારી આપે ગઇકાલે ઉમેદવારોની જાહેર કરેલી યાદીમાંથી વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલ વિવાદમાં આવ્યા છે.


કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો વાયરલ થતા ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ઋત્વિજ પટેલે આરોપ લગાવ્યો હતો કે સ્વચ્છ છબીની છાપના દાવા કરતા આપના ઉમેદવારોની પોલ ખુલી છે. અને કોઈ પ્રદેશમાં ન મળ્યો હોય તેવો ગુજરાતમાં આપનો પરાજય થવાનો છે.


Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના AAPના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ ?


Gujarat Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોગ્રેસ અને આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમા આમાને સામને ટકરાશે. આ બધાની વચ્ચે કેજરીવાલની આપ સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ત્રીજી યાદી જાહેર કરી હતી, આ લિસ્ટમાં કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે આ પ્રમાણે છે.


કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી


અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ


ડિશા - ડૉ. રમેશ પટેલ









વડોદરા-સાવલી- વિજય ચાવડા


ખેડબ્રહ્મા- બિપીન ગામેતી


નાંદોદ- પ્રો.પ્રફુલ વસાવા


પોરબંદર- જીવણભાઈ જુંગી


નિઝર-તાપી- અરવિંદભાઈ ગામિત



આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતા તમામ આપના મોટા આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને યાદી જાહેર કરી હતી. 


 


Jitu Vaghani: શિક્ષણ વિભાગમાં આવશે બંપર ભરતી, જીતુ વાઘાણીએ કહ્યું - '5360 જગ્યાઓ ભરવામાં આવશે'


Gujarat Rain: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં ભારે વરસાદ વરસશે


Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના AAPના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ ?