અમદાવાદમાં પોલીસે વહેંચ્યાં ત્રણ પ્રકારનાં સ્ટીકર્સ, જાણો શું છે સ્ટીકરનો ઉપયોગ
અમદાવાદમાં સતત વધી રહેલા કેસના કારણે નાઇટ કર્ફ્યૂના નિયમોને ચુસ્ત બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવે છે. હવે નાઇટ કક્યૂ દરમિયાન બહાર જવા માટે સ્ટીકરને અનિવાર્ય બનાવ્યાં છે. આ સ્ટીકર આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને મળશે.
અમદાવાદમાં સતત વધી રહેલા કેસના કારણે નાઇટ કર્ફ્યૂના નિયમોને ચુસ્ત બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવે છે. હવે નાઇટ કક્યૂ દરમિયાન બહાર જવા માટે સ્ટીકરને અનિવાર્ય બનાવ્યાં છે. આ સ્ટીકર આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને મળશે.
અમદાવાદ શહેરમાં નાઇટકર્ફ્યૂ હોવા છતાં પણ બિન જરૂરી લોકો રાત્રે બહાર ફરતા હોવાનું શહેર પોલીસને સામે આવતાં આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને સ્ટીકર આપવાનું નક્કી કર્યું છે. જેથી બિનજરૂરી રીતે નાઇટ કર્ફ્યૂમાં બહાર ફરતા લોકોને અલગ તારવી શકાય અને તેમની સામે પગલા લઇ શકાય...
અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં નાઇટ ક્ફ્યૂને વધુ ચુસ્ત બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસે નવી પહેલ શરૂ કરી છે. નાઇટ કર્ફૂયને અમલી બનાવવા માટે આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને જૂદા જુદા રંગના સ્ટીકર આપવામાં આવશે. આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને જુદા- જુદા રંગના સ્ટીકર આપવામાં આવશે. તો જાણીએ કઇ સર્વિસ સાથે જોડાયેલા લોકોને કેવા રંગને સ્ટીકર મળશે..
અલગ- અલગ સેવા સાથે જોડાયેલા લોકોને જુદા-જુદા રંગના મળશે સ્ટીકર
- મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઇ જતાં લોકોએ લાલ કલરનું સ્ટીકર લગાવવાનું રહેશે.
- ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફ્રૂટ,દૂધની સેવા સાથે જોડાયેલા લોકોને લીલી કલરનું સ્ટીકર મળશે
- AMC કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી,ટેલિફોનિક સર્વિસના કર્મચારી અને મીડિયા કર્મીએ પીળા કલરનું સ્ટીકર લગાવવાનું રહેશે.
અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં સ્ટિકર આપવામાં આવી રહ્યાં છે. નાઇટ કર્ફ્યૂમાં બિન જરૂરી રીતે લોકો અવરજવર ન કરે અને આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને તકલીફ ન પડે માટે આ નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યુ છે. રોજ કોરોનાના કેસ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે.
શહેરમાં પાનના ગલ્લાઓ અને ચા ની લારીઓ બાદ હેર સલુનની દુકાનો બંધ કરાવવા મૌખિક આદેશ આપ્યો છે. સવારે AMCની ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ હેર કટિંગ સલુન બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. માસ્ક હોવા છતાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાના કારણોસર દુકાનો બંધ કરવા આદેશ કરાયો છે.