Ahmedabad: સાયબર ક્રાઈમ સેલે મેચમાં ધમકી આપવાના આરોપમાં 2 શખ્સોની ધરપકડ કરી
અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે મેચમાં ધમકી આપવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વખતે લોકોને ઘરમાં રહેવાની પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરી ધમકી આપી હતી.
અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે મેચમાં ધમકી આપવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વખતે લોકોને ઘરમાં રહેવાની પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરી ધમકી આપી હતી. નરેન્દ્ર અને રાહુલ નામના આ બંને શખ્શોએ મધ્ય પ્રદેશના સતનાથી ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. આરોપીઓએ આ માટે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પણ ઉભું કર્યું હતું. આરોપીઓ પાસેથી 11 સીમ બોક્સ અને 168 સીમ કાર્ડ જપ્ત કરાયા છે. આ કેસમાં મુખ્ય આરોપી ગુરપતવંતસિંઘ પન્નૂ છે. જે શીખ ફોર જસ્ટિસનો સંસ્થાપક છે. ભારતે તેને વર્ષ 2020માં આતંકવાદી ઘોષિત કર્યો છે. હાલ તે બ્રિટનનો નાગરિક છે.
Gujarat Assembly: રાજયમાં બે વર્ષમાં સિંહ, દીપડાના કેટલા લોકોના મોત થયા ? કેટલી સહાય ચૂકવાઈ, જાણો વિગત
Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સિંહો અને દીપડાઓ દ્વારા માનવીઓ પર કરવામાં આવેલા હુમલાના વિગતો રજૂ થઈ હતી. જે મુજબ સિંહો દ્વારા કરવામાં આવેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 7 માનવીના મૃત્યુ અને 40 લોકોને ઈજા થઈ હતી. દીપડા દ્વારા થયેલા હુમલામાં છેલ્લા બે વર્ષે માં 27 લોકોના મુત્યુ અને 189 લોકોને ઈજા થઈ હતી.
કેટલી સહાચ ચૂકવાઈ
સિંહ દ્વારા થયેલા માનવ મુત્યુ બદલ 33 લાખની સહાય કરાઈ છે, જ્યારે ઈજા માટે 22 લાખ 74 હજારની કરાઈ ચુકવણી કરાઈ છે. જ્યારે દીપડાના કારણે થયેલા મૃત્યુના પરિણામે 1 કરોડ 20 લાખ ની સહાય અને ઈજાગ્રસ્તને 12 લાખ 33 હજાર 300 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકારે બે વર્ષમાં મહોત્સવ પાછળ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ?
છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ પાછળ સરકાર કર્યો કરોડોનો ખર્ચ કર્યો છે. વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિત સજાવટમાં કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો અને અખબારમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.
મોટા ભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત
પાટણમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે..મોટા ભાઈ અરવિંદના મોતના સમાચાર મળતા નાના ભાઇ દિનેશનું પણ આઘાતમાં મોત થયું. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે,જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ ચાલતા ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ ખસેડે છે.જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઇ ગયું.આ સમાચાર નાના ભાઇને મળતાં પહેલાં તો તે પરિવારના અન્ય સભ્યોને દિલાસો આપતાં કહે છે કે, 'કોઇ હિંમત ન હારતા...' પણ પોતે જ હિંમત હારી જાય છે અને ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે.અરવિંદભાઇના મૃતદેહની અંતિમવિધિની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા એવા સમાચાર ઘરે મળ્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારબાદ બંનેની અંતિમવિધિ સાથે જ કરાઇ હતી. મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.